૩૫ વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા ડીસોઝાના જન્મની નોંધણી થઈ જ નથી
૧૯૦૫માં પાલનપૂરમાં જન્મેલા મુંબઈ રહેવાસી લીઓન જેરોમી ફેલીસીયો ડિસોઝાનું ૩૭ વર્ષ પહેલા ગોવાથી અમદાવાદ આવતી વખતે મુસાફરી દરમ્યાન મૃત્યુ થયું હતુ ગત વર્ષે તેના ૬૦ વર્ષિય પુત્ર ફેડરીક ડિસોઝાએ તેના પિતાનો ૧૧૩ વર્ષ જૂનો જન્મનો દાખલો આપવાનીમાગં કરી છે.જેના જન્મનોદાખલો બન્યો જ નથક્ષ ફેડરીકની ૧૮ વર્ષિય પુત્રી એન્જીનીયર છે.અને તે આગળનું ભણતર ફ્રાન્સમાં કરવા માંગે છે. પોર્ટુગીસ પાર્સપોર્ટ ધરાવવાને કારણે તેને યુરોપના દેશોમાંની ટયુશન ફીમાં રાહત થઈ શકે છે. ૧૯૬૦ પહેલા ગોવામાં જન્મેલા નાગરીકોને પોટુગીશ નાગરીકતા મળી શકે છે.
જોકે તેની માતા પેટ્રીકાનો જન્મ ગોવમાં ૧૯૧૯માં થયોહતો જેનું જન્મપ્રમાણ પત્ર મોજુદ છે. પણ તેના દાદાનું જન્મપ્રમાણ પત્ર જ‚રી છે જે કયારેય નોંધાયું જ નથી. માટે ફેડરીકે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટમાં અરજી કરી હતી પાંચ મહિનામાં ડિસોઝાના જન્મના ૧૫ પૂરાવા તેઓ કોર્ટમાં દાખલ કરી ચૂકયા છે. ફેડરીકના વકિલ સલીમ બાગબાનના આધારે કોર્ટને સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે. જેણે પાલનપૂરની હાઈસ્કુલમાં ધો.૪ થી ૮ સુધી અભ્યાસ કર્યો છે.જે મહામહેનતે પરિવારજનોને મળ્યું હતુ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com