ડેટાની વિશ્ર્વસનિયતાને લઇ ભારત સરકારને ફેસબુક અને કેમ્બ્રીજ એનાલીટીકાને નોટિસ
તાજેતરમાં ફેસબુકના ડેટા કેમ્બ્રિજ એનાલીટીકાના માધ્યમી લીક થયા હોવાના કૌભાંડ બાદ સરકાર સફાળી જાગી હતી અને બન્ને કંપનીઓને ખુલાસા માટે નોટિસ મોકલી હતી. જો કે, ફેસબુક અને કેમ્બ્રિજ એનાલીટીકાએ કરેલા ખુલાસાથી સરકારને સંતોષ નથી અને ફરીથી નોટિસ ફટકારી છે. અગાઉ કેમ્બ્રિજ એનાલીટીકાએ સરકારને આપેલો જવાબ ભેદી ગણવામાં આવ્યો હતો. ફેસબુકે થોડા સમય પહેલા સ્વીકાર્યું હતું કે, ૫.૬૨ લાખ ભારતીય નાગરિકોને ડેટા લીકની અસર ઈ છે. કેમ્બ્રિજ એનાલીટીકાએ પણ દાવો કર્યો છે કે, તેની પાસે કોઈપણ ભારતીય નાગરિકના ડેટા નથી.
ફેસબૂકમાંથી કેમ્બ્રિજ એનાલીટીકાએ ડેટા લીક કર્યા હોવાના ઘટસ્ફોટ બાદ લોકોની ફેસબુક પ્રત્યેની વિશ્ર્વસનીયતામાં ઘટાડો યો છે. ફેસબુકે આ મુદ્દે અનેક ખુલાસા કરવા પડયા છે. જો કે, ફેસબુકની આવકમાં લોકોની વિશ્ર્વસનીયતામાં ઘટાડાની અસર જોવા મળી નથી. ઉલ્ટાનું ફેસબુકના પ્રમ ત્રિમાસીક કવાટરમાં અધધધ ૩૨ હજાર કરોડનો નફો નોંધાયો છે.
ગઈકાલે ફેસબુક દ્વારા પ્રમ કવાટરનું રેવન્યુ જાહેર કરવામાં આવ્યું હતું. આંકડા મુજબ ફેસબુકની એડવર્ટાઈઝીકમાં ૪૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ગત કવાટરમાં ફેસબુકની કમાણી ૧૦ હજાર કરોડની હતી જે ચાલુ કવાટરમાં ૩૨ હજાર કરોડ સુધી પહોંચી ગઈ છે. ફેસબુકની આવકમાં નોંધાયેલા ઉછાળાી માલુમ થાય છે કે, ફેસબુકને વિશ્ર્વસનીયતામાં ઘટાડો હોવા છતાં કશો ફર્ક પડયો નથી.
તાજેતરમાં કેમ્બ્રિજ એનાલીટીકાના કૌભાંડ બાદ અનેક લોકોએ પોતાનું ફેસબુક એકાઉન્ટ ડીલીટ કર્યું હોવાનું કહ્યું હતું છતાં પણ ગત વર્ષે માર્ચ કરતા ચાલુ વર્ષે ૧૩ ટકા લોકોએ લોગઈન કર્યું હતું. જો કે નિષ્ણાંતોનું માનવું છે કે, ફેસબુકે વિશ્ર્વસનીયતા ગુમાવવાી યેલા નુકશાનના પરિણામો બીજા કવાટરમાં ભોગવવા પડશે.
હાલ ફેસબુક ૧૪ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત વિવાદોથી દબાયેલુ જોવા મળી રહ્યું છે. ડેટા પ્રાઈવેસીના મામલે ફેસબુકની વિશ્ર્વસનીયતામાં જોરદાર ઘટાડો નોંધાયો છે. કેમ્બ્રિજ એનાલીટીકામાં રાજકારણ અસર કરી હોવાનું માનવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે, કેમ્બ્રિજ એનાલીટીકાના વિવાદ બાદ ફેસબુકના શેરના ભાવ ૧૪ ટકા ગગડી ગયા હતા. રોકાણકારો નિરાશ થયા હતા. ફરીથી ડેટા લીક ન થાય તે માટે ફેસબુકે ૧૦ હજાર કર્મચારીઓની નિમણૂંક કરી હતી. ફરીથી લોકોનો વિશ્ર્વાસ વધારવા પ્રયત્ન ફેસબુકે કર્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com