આધાર ડેટા ઈન્ટરનેટ સથે સંકળાયેલો ન હોવાથી લીક ન થઈ શકે તેવો દાવો
આધારનો ડેટા લીક થઈ શકે તે મુદ્દે વડી અદાલતમાં જંગ ચાલી રહ્યો છે. ત્યારે યુઆઈડીએઆઈ કાઉન્સીલ રાકેશ દ્વિવેદી સબ સલામત હોવાનો બચાવ કરી રહ્યાં છે. વિદેશી વેબસાઈટો પર આધાર ડેટા લીક યા હોવાના ખુલાસા બાદ તેમનું કહેવું છે કે, આધાર ડેટા બેઈઝ હેક કરવો અશકય છે.
મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા અને ન્યાયમૂર્તિ એ.કે.સીકરી, એ.એમ.ખાનવીલકર, ડી.વાય.ચંદ્રચુડની ખંડપીઠ સમક્ષ તા.૧૭ એપ્રીલના રોજ આધાર ડેટા બેઈઝમાંથી વ્યક્તિગત ડેટા હેક કરવાનો પડકાર ફેંકવામાં આવ્યો હતો. આધાર ડેટા ઈન્ટરનેટ સાથે કનેકટ ન હોવાથી તે હેક ન થઈ શકે તેવો દાવો કરવામાં આવ્યો હતો.
આ મુદ્દે રાકેશ દ્વિવેદીએ કહ્યું હતું કે, કોઈ અજાણ્યા શખસે પડકારનો સ્વીકાર કરી લીધો છે અને પોતાની વ્યક્તિગત વિગતો શોધી કાઢી છે. દ્વિવેદીએ ખંડપીઠ સમક્ષ ૭૭ પાનાનો રિપોર્ટ મુકયો હતો. જેમાં તેમનો પોતાનો પત્ની અને દિકરીની વિગતો હતી. દ્વિવેદીએ ખંડપીઠ સમક્ષ તમામ પ્રકારનો આધાર ડેટા વેબસાઈટમાંથી મળ્યો હોવાનો દાવો કર્યો હતો. આધાર ડેટા બેઈઝનો ડેટા વેબસાઈટ પરી મળી આવ્યો હોવાનો ખુલાસો તેમણે કર્યો હતો. આ ૭૭ પાનાના રિપોર્ટમાં આધારમાં અપાયેલી વિગતો કયાંય હતી નહીં જે વિગતો આધારમાં રજૂ ઈ હતી તે અન્ય સ્ળોએથી એકઠી કરવામાં આવેલી હતી. આ તમામ વિગતો ગુગલમાંથી મેળવવામાં આવી હોવાનો દાવો થયો છે.
‘(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com