એન્ટ્રી ટિકિટના રૂ.૮ અને ૧૦ થી વધારી રૂ.૧૫ અને ૨૦ કરવા તથા બાળકોની રાઈડ, ફેમીલી રાઈડ, ન્યુ હાઈવોલ્ટેજ ક્ધઝપશન રાઈડના દરમાં પણ બમણો વધારો સુચવાયો
રેસકોર્સ સંકુલમાં આવેલા ફનવર્લ્ડ એમ્બ્યુઝમેન્ટ પાર્કની ટીકીટના દર તથા રાઈડના દર રીવાઈઝડ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. એન્ટ્રી ટીકીટનો ભાવ રૂ.૮ અને ૧૦થી વધારી રૂ.૧૫ અને ૨૦ કરવા જયારે બાળકોની રાઈડ, ફેમિલી રાઈડ અને હાઈ વોલ્ટેજ ક્ધઝપશન રાઈડનો દર પણ બમણો કરવા માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કરવામાં આવી છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ઉપરાંત અલગ-અલગ ૨૫ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટ મહાપાલિકાના હસ્તકના રેસકોર્સ સંકુલમાં આશરે ૧૭,૧૩૦ ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફનવર્લ્ડ એન્ડ ટુરીઝમ ડેવલોપમેન્ટ લી. દ્વારા એમ્બ્યુઝમેન્ટ પાર્કનું સંચાલન ૨૦૩૦ સુધી કરવા કરાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં ફનવર્લ્ડ દ્વારા એન્ટ્રી ટીકીટ અને વિવિધ પ્રકારની રાઈડના ભાવમાં વધારો કરવા માટે મહાપાલિકા સમક્ષ માંગણી કરવામાં આવી હતી. જેમાં એન્ટ્રી ટીકીટનો દર હાલ રૂ.૮ છે તે વધારી રૂ.૩૦ અને વયસ્ક માટે રૂ.૧૦ છે તે વધારી રૂ.૪૦ કરવા જયારે બાળકોની રાઈડનો દર રૂ.૮ થી વધારી રૂ.૩૦ કરવા, ફેમિલી રાઈડનો દર બાળકો માટે ૮ અને મોટા માટે ૧૨ છે તે વધારી અનુક્રમે ૩૦ અને ૪૦ કરવા જયારે અલગ પ્રકારની રાઈડનો દર જે ૧૫ છે તે બાળકો માટે વધારી ૪૦ અને વયસ્ક માટે ૬૦ કરવા, ન્યુ હાઈવોલ્ટેજ ક્ધઝકશન રાઈડનો દર બાળકો માટે હાલ ૮ રૂપિયા અને ૧૫ ‚પિયા છે તે વધારી ૩૦ રૂ. અને ૪૦ રૂ. કરવા, વયસ્ક માટે હાલ જે દર ૧૨ રૂ. અને ૧૫ રૂ. છે તે વધારી રૂ.૪૦ અને ૬૦ કરવાની માંગણી કરવામાં આવી હતી.
દરમિયાન ચર્ચા-વિચારણાના અંતે મ્યુનિ.કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ફનવર્લ્ડ એમ્બ્યુઝમેન્ટ પાર્કની એન્ટ્રી ટીકીટ અને રાઈડના દરમાં વધારો સુચવવામાં આવ્યો છે. તેમાં એન્ટ્રી ટીકીટ બાળકો માટે રૂ.૮ થી વધારી ૧૫ કરવા અને વયસ્ક માટે રૂ.૧૦થી વધારી રૂ.૨૦ કરવા, બાળકો માટેની અલગ-અલગ ૫ પ્રકારની રાઈડનો દર રૂ.૮ થી વધારી રૂ.૧૫ કરવો. ૧૧ ફેમિલી રાઈડનો દર હાલ બાળકો માટે રૂ.૮ અને ૧૫ જયારે વયસ્કો માટે રૂ.૧૨ અને ૧૫ છે તે બાળકો માટે વધારી રૂ.૧૫ અને ૩૦ કરવો. જયારે વયસ્ક માટે વધારી રૂ.૨૫ કરવાની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. ન્યુ હાઈવોલ્ટેજ ક્ધઝેકશન રાઈડમાં આવતી ૧૦ રાઈડનો હાલનો દર બાળકો માટે રૂ.૮ અને ૧૫ છે જયારે વયસ્ક માટે રૂ.૧૨ અને ૧૫ છે જેમાં બાળકો માટે .રૂ૧૫ અને ૩૦ કરવા જયારે વયસ્ક માટે રૂ.૨૫ અને ૩૦ કરવા સુચવવામાં આવ્યું છે. બમ્પર ટીકીટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફનવર્લ્ડના સંચાલકોએ બમ્પર ટીકીટનો દર રૂ.૩૦૦ અને વયસ્ક માટે ટીકીટનો દર રૂ.૪૦૦ માંગ્યો હતો. જેમાં એન્ટ્રી ટીકીટ ઉપરાંત ૧૦ રાઈડનો સમાવેશ થાય છે. મ્યુનિ.કમિશનરે આ દરમાં પણ સુધારો કર્યો છે. બમ્પર ટીકીટ માટે બાળકોનો દર રૂ.૨૪૦ અને વયસ્કનો દર રૂ.૩૨૦ રાખવાનું સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સુચવ્યું છે. ફનવર્લ્ડ એમ્બ્યુઝમેન્ટ પાર્કની ટીકીટ થતા રાઈડના દર બમણા કરવાની દરખાસ્ત અંગે કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com