૯૦૦૦થી વધુ લડાકુ વિમાનો મહાકાય યુદ્ધાભ્યાસ ‘ગગનશકિત’માં જોડાયા
ભારતીય વાયુદળ દ્વારા તાજેતરમાં મહાકાય હવાઈ કવાયત પાકિસ્તાનના વેસ્ટર્ન ફન્ટ અને ચીનના નોર્થન ફન્ટ સાથે સંકળાયેલા વિસ્તારમાં કરવામાં આવી હતી. જેમાં ૧૧૦૦૦થી વધુ વિમાનોએ ભાગ લીધો હતો.
ભારતીય વાયુસેનાની ‘ગગનશકિત’ કવાયતમાં સુખોઈ-૩૦ એમકેઆઈ, મીરાજ-૨૦૦૦, જેગુઆર, મીગ-૨૯, મીગ-૨૧, મીગ-૨૭, તેજસ અને હોક સહિતના લડાકુ વિમાન જોડાયા હતા. યુદ્ધ વિમાનો કેમિકલ, બાયોલોજીકલ, રેડિયોલોજીકલ અને ન્યુકલીયર હથિયારો લઈ જઈ શકે તેવા હતા.
પાકિસ્તાન અને ચીન સાથે સંકળાયેલી સીમામાં ભારતીય એરફોર્સની યુદ્ધ કવાયતથી બંને દેશોના પેટમાં તેલ રેડાયું છે. અભ્યાસમાં ભાગ લેનારા ૯૭ ટકા લડાકુ વિમાનો રડાર અને મિસાઈલ સિસ્ટમથી સજ્જ હતા. આ હાઈવોલ્ટેજ યુદ્ધભ્યાસથી હિંદ મહાસાગરમાં ભારતની ધાક વધી છે.
છેલ્લા ઘણા સમયથી હિંદ મહાસાગરમાં ચીનના પગપેસારો રહ્યો છે. પાકિસ્તાન પણ સરહદે અવાર-નવાર અવળચંડાઈ કરતુ રહે છે ત્યારે ભારતીય વાયુદળે પોતાનું જોર બતાવી બન્ને દેશોને શાનમાં સમજી જવા કહ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com