પીરેતરીકત સૈયદ દાદાબાપુનો વ્યસન મુકિતનો કાર્યક્રમ તેમજ નુરી મહેફિલ યોજાશે
સૈયદ મુહંમદ અતીકબાપુ કાદરી મેમોરીયલ ટ્રસ્ટના સહયોગથી ચાલતા મદ્રેસાએ ફૈઝે મુહંમદીમાં દિની તાલીમ મેળવતા ર૦૦ બાળકોને પીરેતરીકત સૈયદ દાદાબાપુના હસ્તે આજે રાત્રે ઇનામ વિતરણ કરવામાં આવશે આ સાથે વ્યસનમુકિત કાર્યક્રમ પણ યોજાશે.
સાવરકુંડલાના પીરેતરીકત સૈયદ અલ્ફાજ દાદાબાપુ કાદરીના હસ્તે આજે રાત્રે સદર મસ્જીદ પાસે વ્યસનમુકિત અને પરિવાર સમાધાનનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત સૈયદ દાદાબાપુના હસ્તે મદ્રેસા–એ– ફૈઝે મુહંમદીમાં દિની તાલીમ લેતા ર૦૦ બાળકોને સૈયદ દાદાબાપુના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવશે.
આ મુબારક પ્રસંગે પ્રીરેતરીકત સૈયદ અલ્હાજ દાદાબાપુનાં પ્રમુખ સ્થાને એક નુરી મહેફીલનું આયોજન કરેલ છે જેમાં ફઝે ગુજરાત મૌલાના હાફીઝ ઇદ્રીસખાન આગવી શૈલીમાં વાયેઝ ફરમાવશે.
અલરઝા ગ્રુપ (ગવલીવાડ) આયોજીત અને બિસ્મીલ્લાહ કમીટી કરવી શેરીના સહયોગથી આ નૂરાની મંજર નિહાળવા અને બાળકોને પ્રોત્સાહીત કરવા અલરઝા ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com