ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કુલનું ઉદધાટન:નવા અભિગમ અને ટેકનોલોજી
રાજકોટની ખ્યાતનામ શૈક્ષણીક સંસ્થા ઇનોવેટિવ સ્કુલનું નવું સાહસ કાલાવડ રોડ પર આવેલ ઇશ્ર્વરીયા ગામ ખાતે ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કુલ ના ભવ્યાતિભવ્ય ઉદધાટન સમારોહ પરમ આદરણીય શ્રી અપૂર્વમુની સ્વામીશ્રી સ્વામીનારાયણ મંદીર, રાજકોટના વરદ હસ્તે સંપૂર્ણ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો.
પ્રાસંગીક ઉદબોધનમાં પૂજય સ્વામીજીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે માહીતી પુસ્તીકામાં દર્શાવેલ સુવિધાઓ અને ઇમારતની વાસ્તવિક ભવ્યતા વચ્ચે ઘણો તફાવત હોય છે. જયારે આ સંકુલ વિષે મને મળેલી માહીતી કરતા પણ હકીકતમાં ખુબ જ બેનમુન સંકુલ તૈયાર થયેલ છે. અને આ સંકુલ રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના શિક્ષણ જગતને એક અવશ્ય નવી દિશા બતાવશે તેમાં મને લેશમાત્ર શંકા નથી. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે આ સંકુલમાં ખરા અર્થમાં મુલ્યલક્ષી કેળવણી અપાય તો આપણે એક ઉત્તમ શૈક્ષણિક સંકુલ સમાજને અર્પણ કરી શકીશું.આ ઉદધાટન પ્રસંગે અપૂર્વમુની સ્વામી, અભયભાઇ ભારદ્વાજ, પુષ્કરભાઇ પટેલ, મુકેશભાઇ ડાંગર, નિવૃત નાયર શિક્ષણ નિયામક ડો. વી.બી. ભેસદડીયા, શાળા સંચાલક મંડળના અગ્રણી જનીતભાઇ ભરાડ, ભરતભાઇ ગાજીપરા, રાજુભાઇ પરીખ, પરેશભાઇ મારુ, ઘનશ્યામભાઇ હેરભા, મેણંદભાઇ ખીમાણીયા, જશુભાઇ રાઠોડ વગેરે ઉ૫સ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ધ ગેલેકસી એજયુકેશન સિસ્ટમ ના શ્રી કિરણભાઇ પટેલ ખાસ ઉ૫સ્થિત રહી સમગ્ર સંકુલને નિહાળી સંચાલકોને ઉત્તમ સંકુલ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ સંકુલ એક નવા જ અભિગમ અને નેમ સાથે યુવા સંચાલકો દ્વારા બનાવેલ છ. અને તેથી જ ફિડલેન્ડની શિક્ષણ પઘ્ધતિ કે જે વિશ્ર્વભરમાં પ્રથમ હરોળની ગણાય છે તે પઘ્ધતિ રાજકોટ ખાતે આ સ્કુલમાં આગામી જુન થી શરુ થઇ જશે તે માટે ફિનલેન્ડથી ખાસ મી. પેટ્રી હાજર રહી આમંત્રિતો સાથે વાર્તાલાપ કર્યો હતો.
ર૩ એકરના આ વિશાળ સ્કુલ કેમ્પસમાં ઘણી બધી વિવિધતાઓ જોવા મળશે. ઇનોવેટિવ નામ મુજબનું જ આ અદભુત સંકુલ બનાવવા માં આવેલ છે. આ સંકુલમાં પ્રોજેકટ, ઓડીયો- વિઝયુઅલ લનીંગ ધરાવતા એ.સી. વર્ગ ખંડો છે. આ ઉપરાંત ભવ્ય લાયબ્રેરી, સાયન્સલેબ, મેથ્સલેબ જેવી પાયાની લેબોરેટરીઝ દ્વાર લનીંગ બાય ડુઇંગ પઘ્ધતિ આત્મસાત થશે. ઇનોવેટિવ નામ હોય તો નવીન કંઇક હોય જ તે મુજબ જ પ્રથમ વખત જ મેકર્સ લેબ નો કોન્સેપ્ટ આ સ્કુલ લઇને આવી રહી છે. જેમાં વિઘાર્થીઓ લેગો રોબોટીકસની સાથે સાથે મેકર્સલેબનો પણ ઉપયોગકરીને અવનવી અને જરુરીયાતની વસ્તુઓ જાતે બનાવતા શીખશે અને ખરા અર્થમાં સ્કિલ ડેવોપમેન્ટનું કાર્ય કરાવવામાઁ આવશે.
બાળકના શારિરીક વિકાસને ઘ્યાને રાખીને સંસ્થાએ ખુબ જ સરસ ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવેલ છે જેમાં બેડમિગ્ટન, ટેબલ ટેનીસ, વિશાળ સ્વીમીંગ પુલ ની વ્યવસ્થા બાસ્કેટબોલ,, કેરમ ,, ચેસ, જીમનાશ્યમ, કરાટે, યોગા સેન્ટર જેની વિવિધ સ્પોર્ટસની એકટીવીટી વિઘાર્થી વર્ષ આખું કરતા રહેશે. તો સાથે સાથે રાઇફલ શુટીંગ રુમ પણ અહીં આપને જોવા મળશે. ઇન્ડોર સ્ટેડીયમ તો બનાવ્યું જ છે પણ સાથો સાથ આઉટ ડોરમાં પણ ક્રિકેટ ગ્રાઉન્ડ, ફુટબોલ, વોલીબોલ, બાસ્કેટ બોલ, ટેનીસ, સ્કેટીંગરીૅગ, કબ્બડી, ખો-ખો અને કુસ્તીના પણ અલગ અલગ કોર્ટ બનાવવામાં આવેલ છે. જેથી આ સંસ્થા દ્વારા ભવિષ્યમાં રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક પ્રતિભાઓ તૈયાર થશે તેમાં સંચાલકોને લેશમાત્ર પણ શંકા નથી. આ ઉપરાંત નાના બાળકો માટે સુંદર મજાનું લેન્ડસ્કેપીઁગ કરાયેલ છે જેમાં હિંચકા લપસીયા અને બધી જ રાઇડસ છે. સૌરાષ્ટ્રનું ઉત્તમ કહી શકાય તેવું ઓપન મીની એમ્ફીથીએટર પણ ત્યાં જોવા મળશે. એક અર્થમૉ કહીએ તો બાળકોને મજા પડી જાય અને ખરા અર્થમાં તનાવ મુકત અભ્યાસ અને સર્વાગી વિકાસ થાય તેવું આ ભવ્ય શૈક્ષણિક સંકુલ રાજકોટના વિઘાર્થીઓ તથા વાલીઓને અાવકારવા માટે થનગની રહ્યું છે.સમગ્ર દિવસના આમંત્રિતો મહાનુભાવોમાં યુવરાજ માંઘાતાસિંહજી જાડેજા, સૌરાષ્ટ્ર યુનિ. સીન્ડીકેટ સભ્ય ડો. મેહુલભાઇ ‚પાણી, નેહલભાઇ શુકલ, ડો. નિદતભાઇ બારોટ, ડો. મહેશભાઇ ચૌહાણ, પ્રખર કેળ વણીકાર ગીજુભાઇ ભરાડ, ભાજપ અગ્રણી કશ્યપભાઇ શુકલ, કૌશિકભાઇ શુકલ, કાશ્મીરાબેન નથવાણી, ડો. ડી.કે. વાડોદરીયા, પુષ્કરભાઇ રાવલ, પુજારા ટેલીકોમ પ્રા.લી. ના ચેરમેન યોગેશભાઇ પુજારા, રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, જીલ્લા ભાજપ નાગદાનભાઇ ચાવડા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, જશવંતસિંહ ભટ્ટી, અશોકસિંહ વાઘેલા, જીતુભાઇ ભટ્ટ, પ્રદિણભાઇ ત્રિવેદી આ ઉપરાંત જાણીતા ઇન્ડસ્ટ્રીયાલીસ વકીલો અને મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.
સમગ્ર દિવસ દરમિયાન ૩૫૦૦ થી ૪૦૦૦ આમંત્રિતોએ શાળા કેમ્પસની મુલાકાત લઇ આ નુતન અભિગમ ધરાવતા સંપૂર્ણ સુવિધાસભર ઇનોવેટીવ ઇન્ટરનેશનલ સ્કુલના ખુબ વખાણ કર્યા હતા. અને માત્ર રાજકોટ નહી ગુજરાતના કેટલાક શ્રેષ્ઠ સંકુલ પૈકીનું એક શ્રેષ્ડ સંકુલ બનશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.
આ ઉદધાટન સમારોહના આયોજનમાં સંસ્થાના ટ્રસ્ટી લાભુભાઇ ખિમાણીયા, દર્શીતભાઇ જાની, દિલીપભાઇ સિંહારના માર્ગદર્શન હેઠળ સંસ્થાના યુવા ટ્રસ્ટીશ્રીઓ નીરેનભાઇ જાની, ડો. વિવેકભાઇ સિંહાર તથા મયુરભાઇ ખીમાણીયા અન તેમની ટીમ પ્રીન્સીપાલ મોનાબેન રાવલ ડો. અતુલ વ્યાસ મોનીકા ચૌધરી (પ્રીન્સીપાલ- આઇઆઇએસ) વગેરેએ ખાસ જહેમત ઉઠાવી હતી.સાથેની આ સંસ્થા રાજકોટ માટે આશીર્વાદ છે: કીરણભાઇ પટેલ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com