સતત સાતમાં વર્ષે જાજરમાન કાર્યક્રમ
સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ‚ક્ષ્મણીબેન દિપચંદભાઈ ગારડી દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા છેલ્લા ૬ વર્ષથી રાજકોટના સેવાકર્મીઓનું પ્રતિષ્ઠીત ગારડી એવોર્ડથી સન્માન કરવામાં આવે છે. સતત સાતમાં વર્ષે ગારડી એવોર્ડ કાર્યક્રમનું તા.૩૦ ને સોમવારના રોજ સાંજના ૫.૩૦ કલાકે દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગેની માહિતી આપતા સંસ્થાપક મુકેશ દોશી, પ્રતાપભાઈ પટેલ, અનુપમ દોશી, નલીન તન્નાએ જણાવ્યું છે કે, ભારતીય સંસ્કૃતિમાં સમાજ માટે પોતાની જાતને તન મન અને ધનથી સમર્પિત કરનારને સન્માનીત ન કરીએ તો આપણી સંસ્કૃતિની ગરીમાને ઝાખપ લાગે, કોઈને શબ્દોથી તો કોઈને સ્મૃતિપત્રથી નોખી અનોખી પરંપરાથી સેવાકર્મીઓને ફૂલડે વધાવીએ તો એનો હોંસલો બુલંદ બને છે.
રાજકોટમાં કોઈ ચક્ષુદાન દેહદાન, થેલેસેમીયા, હીમોફીલીયા, અંધ-અપંગ, ભિક્ષુકગ્રહ, વૃધ્ધાશ્રમ, અનાથ આશ્રમ, બ્લડબેંક, લેબોરેટરી, હોસ્પિટલ, જીવદયા, જેવી અસંખ્ય પ્રવૃત્તિઓ ધમધમતી રહે છે. ત્યારે આવા પ્રવૃત્તિ કરતા સેવકોનું સન્માન કરવું એ સમાજની જવાબદારી બની જાય છે. ત્યારે દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા સેવા રત્નોનું સન્માન શહેરના સુખી સંપન્ન દાતાઓ, આગેવાનો, સામાજીક સેવકો તેમજ દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના વડીલોની હાજરીમાં આ લબ્ધપ્રતિષ્ઠીત એવોર્ડ અર્પણ કરાશે.
દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા પોતાના વ્યવસાયમાં સફળ અને સાથોસાથ સેવા ક્ષેત્રે સક્રિય એવા રાજકોટના રોલેકસ ઈન્ડસ્ટ્રીઝના માલીક ‚પેશભાઈ માદેકા તેમજ મા‚તી કુરીયર પ્રા.લી. ના ચેરમેન રામભાઈ મોકરીયાને ગારર્ડી એવોર્ડ એનાયત કરવામા આવશે.
આ ઉપરાંત રાજકોટની બે સેવાક્ષેત્ર પ્રવૃત્ત રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર તેમજ જીવદયા ક્ષેત્રે ઉતમ કામગીરી કરનાર જીવદયા ગ્રુપને પણ ગારડી એવોર્ડથી સન્માનીત કરાશે.
આ અંગે વધુ માહિતી આપતા સંસ્થાના સુનીલ વોરા, ઉપેન મોદી, હરેશભાઈ પરસાણા, હસુભાઈ રાચ્છે જણાવ્યું છે કે, વિવિધ ક્ષેત્રે કામ કરતા ડો. હર્ષદભાઈ પંડિત જયેશભાઈ સોરઠીયા, મનસુખભાઈ સુવાગીયા સહિતના મહાનુભાવોને ગારડી એવોર્ડ એનાયત કરાશે.
કાર્યક્રમના અ્ધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર યુનિ.ના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડો. કમલ ડોડીયા, આફ્રિકાના ભામાશા રીઝવાન આડતીયા, હર્ષદભાઈ માલાણી, ડો.નિદત બારોટ, સ્મિતભાઈ કનેરીયા, ભરતભાઈ બોધરા, અને સુભાષભાઈ બોદર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
કાર્યકમ્રને સફળ બનાવવા મુકેશ દોશીના માર્ગદર્શન હેઠળ સુનીલ મહેતા, અશ્ર્વીનભાઈ પટેલ, કેતન મેસવાણી, શૈલેષ દવે, ડો. હાર્દિક દોશી, ડો. ભાવનાબેન મહેતા, ડો.પ્રતિક મહેતા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com