પ્લાસ્ટિક થેલી અને પ્લાસ્ટિક પ્યાલી 50 માઈક્રોનથી નીચે ઉત્પાદન કરતા વેપારીઓ અને વેચાણ કરતાં વેપારીઓ આ ખાસ વાંચો અને બંઘ કરો જો પકડાશો તો આમાં 6 મહીનાની જેલની સજાની જોગવાઈ છે અને પાન મસાલા વાળા જે ગુટકાના વેચાણ કરતાં વેપારીઓ પાસે પણ 50 માઈક્રોન થી નીચેમાં જો ગુટકા ભરેલા હશે તેને જપ્ત કરવામાં આવશે અને તેનો નાશ કરવામાં આવશે અને રોડ બની ગયા પછીથી જે વેપારીઓ દ્વારા રોડ ઉપર કચરો ફેંકવામાં આવશે તેવા વેપારી ઓને સ્થળ ઉપર દંડ ફટકારવામાં આવશે.
અને ગંદકી કરતાં લોકોને તેના અને તેની દુકાનોના ફોટા પાડીને સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવશે પરંતુ આ બઘુય રોડ તમામ સારા થઇ જાય પછી તે પછી સફાઇ કામદારો સફાઈ કરી ગયા પછી જો જાહેરમાં ગંદકી અથવા કચરો કરવામાં આવશે તો કોઇની પણ શેહશરમ રાખ્યા વગર કડક પગલાં લેવામાં આવશે.
અને ઉનાળાની સિઝનમાં કેરીના વેપારી ભાઇઓ છે અને જે વેપારીઓ કાબઁનથી કેરી પકવીને લોકોના આરોગ્ય સાથે। ચેડા કરે છે તે બંઘ કરી દે ગમે ત્યારે નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ચેંકીગમાં નીકળશે અને આમાં કોઈની લાગવગ અથવા કોઇની શેહશરમ રાખ્યા વગર કડક કાર્યવાહી કરવામાં આવશે અને પેલા મોટા વેપારીઓને ત્યાંથીજ શરૂઆત કરવામાં આવશે અને નગરપાલિકાને બઘા રેહઠાણની ખબર છે કયા અને કઇ જગ્યાઅે મોટા પ્રમાણમાં કાબઁનથી કેરી પકવવામાં આવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com