નકસલવાદી અસરગ્રસ્ત ૭ રાજયોના ૩૦ જિલ્લાઓમાં પોલીસ અને સીઆરપીએફના જવાનોનું ઓપરેશન
વર્ષ ૨૦૨૨ પહેલા દેશમાંથી નકસલવાદનો સફાયો કરવાના મોદી સરકારના અભિયાનનો સફળ પ્રારંભ થઈ ચૂકયો છે. મહારાષ્ટ્રના ગડચીરોલી જિલ્લામાં સીઆરપીએફના જવાનોએ ૩૭ નકસલીઓનો ખાત્મો બોલાવ્યો છે.
હાલ દેશના ૭ રાજયોના ૩૦ થી વધુ જિલ્લામાં નકસલવાદની હાજરી છે. નકસલવાદના કારણે હજારો પરિવાર બરબાદ યા છે. દેશમાંથી નકસલીઓનો સફાયો કરવા સરકાર અભિયાન ચલાવી રહી છે. જેના ભાગરૂપે તાજેતરમાં મહારાષ્ટ્રમાં નકસલીઓ ઉપર સીઆરએફની ટીમ ત્રાટકી હતી અને ૩૭ નકસલીઓનો ખાત્મો બોલાવાયો હતો.
ગત વર્ષે માર્ચ-એપ્રીલમાં નકસલીઓના હુમલાને કારણે સીઆરપીએફના ૩૬ જવાનો શહિદ થયા હતા. ત્યારબાદ નકસલવાદીઓની સામેની કાર્યવાહી તેજ બનાવવા ગૃહ મંત્રાલયે અભિયાન હાથ ધર્યું હતું. ટૂંક સમયમાં ગૃહમંત્રી રાજનાસિંહ નકસલીઓથી અસરગ્રસ્ત જિલ્લાઓના મેજીસ્ટ્રેટ અને એસ.પી.સો બેઠક કરશે અને નકસલીઓ સામે કઈ પ્રકારે પગલા લેવા તે અંગે બેઠકમાં ચર્ચા થશે.
૨૦૧૭ના મે મહિનામાં ગૃહમંત્રી રાજનાસિંહ અને ૭ રાજયોના મુખ્યમંત્રીઓ સો બેઠક કરી હતી અને ‘સમાધાન’ રણનીતિની જાહેરાત કરવામાં આવી હતી. જેના અનુસંધાને જે પ્રાંતમાં નકસલવાદીઓની પકડ મજબૂત છે ત્યાં ઈન્ટેલીજન્સ મોકલી ઓપરેશન પાર પાડવાના હતા. જેને આંશીક સફળતા મળી હતી.
૨૦૧૮ના પ્રમ ત્રણ મહિનામાં નકસલવાદીઓના હુમલાના ૨૨૯ બનાવો બન્યા હતા. જેમાં ૨૪ જવાનો શહિદ થયા હતા. જયારે ૭૪ નકસલવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓરીસ્સા અને તેલંગણાના ૩૦ થી વધુ જિલ્લામાં નકસલવાદીઓનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. આ તમામ રાજયોમાં નકસલીઓ સામે કડક હો કાર્યવાહી કરવા અભિયાનને ઝડપી બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. જેના પ્રારંભીક તબકકે મહારાષ્ટ્રમાં ૩૭ નકસલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com