ઉનાળાની સીઝન શરુ થતાની સાથે જ રાજ્યમા પાણીની ખુબજ અછતપડવા લાગી છે ત્યારે રાજ્યની દરેક નમઁદા કેનાલોમા પાણીનુ એકટી પુય દેખાતુ નથી ત્યારે આતરફ રાજ્યના કેટલાક લોકો પાણી આટે વલખા મારે છે અને બીજી તરફ સરકારના કેટલાક નેતાઓ વોટરપાકઁમા ઉદ્દઘાટનો કરતા નજરે પડે છે તેવામા અહિ પાણીના વલખા મારતા લોકોને જ પાણીની કિંમત સમજાય છે.
તેવામા ધ્રાગધ્રા શહેરના વોડઁ નંબર 3નો વિસ્તાર શહેરનો પછાત વિસ્તાર ગણાય છે. અહિ લોકોને પ્રાથમિક સુવિધા તો નથી મળતી પરંતુ પાણી માટે પણ વલખા મારવા પડે છે આ વોડઁમા પુનિતનગર, મફતીયાપરા, કંટાવા જેવા કેટલાક વિસ્તારો આવેલા છે જ્યા ગરીબ અને મધ્યમ વગઁના લોકો રહે છે.
પરંતુ આ લોકો શહેરની જ નગરપાલિકા વિસ્તારના નાગરીક હોવા છતા પણ નગરપાલિકા દ્વારા પ્રાઇક સુવિધાથી વંચીત રખાય છે જ્યારે દેશ કુદકે અને ભુશકે આગળ વધી રહ્યો છે ત્યારે પાણી માટે વલખા મારતા આ લોકોની હાલત દેશને બે દાયકા પાછળ ધકેલાતો દેખાય છે અહિના વિસ્તારમા મોટા પ્રમાણમા માલધારી સમાજ આવેલો જ્યારે માલધારી સમાજ પોતે વષોઁથી ઢોર-ઢાખર રાખવા માટે જાણીતો છે.
અને હાલના સમયમા આ લોકો પોતે જ જ્યારે પાણી માટે વલખા મારે છે ત્યારે તેઓના પાલતુપશુઓ પણ પાણી વિના ઓતપ્રોત થતા નજરે પડે છે અહિના લોકોનુ કહેવુ છે કે છેલ્લા એક દશકાથી આરહિશો વારંવાર સુધરાઇ સભ્યો સહિત નગરપાલિકાને પાણી માટેનો પોકાર કરી રહ્યા છે.
પરંતુ હજુ સુધી નગરપાલિકા તંત્રના બહેરાકાને આ લોકોનો સાદ પહોચ્યો નથી જોકે નગરપાલિકા તંત્ર દ્વારા હજુ સુધી આ વિસ્તારના લોકોને પાણીની લાઇનના કનેક્શન પણ જોડાણ નથી કરી આપ્યા ત્યારે આ વિસ્તારમા રહેતા લોકો દરરોજ પોતાના જીવન જરુરીયાત માટે પાણીની વ્યવસ્થા કરવા સવારથી જ પાણીની શોધમા નિકળી જાય છે.
એટલુ જ નહિ પરંતુ જે બાળકોને અભ્યાસ કરવા માટે સ્કુલોમા હોવુ જોઇએ તે બાળકો પોતાની માતા સાથે પાણી ભરવા માટે લાઇનોમા ઉભી રહેતી નજરે પડે છે તેવામા છેલ્લા એક દશકાથીપાણી માટે વ્યથા કરતા વોડઁ નંબર 3 ના રહિશો હવે નગરપાલિકા તંત્રને વારંવાર લેખીત રજુવાતો કરી હિમ્મત હારી ગયા છે છતા પણ આનિંભર તંત્ર પાણી માટેનો બીજો કોઇ સ્ત્રોત જેમકે દરરોજ ટેન્કરની વ્યવસ્થા પણ નથી કરી આપતા જેથી આ રહિશો દ્વારા અગામી સમયમા ચુંટણી સમયે મત લેવા આવતા નેતાઓને પાણીની વ્યવસ્થા બાદ જ મત આપવાનુ નક્કી કરી આગામીચુટણીનો બહીસ્કાર કરવાની પણ ચીમકી આપી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com