ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન (WIA)અને શહેરના વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓ સાથેના ડેલીગેશન નવ નિયુક્ત કે.રાજેશ (IAS), સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રીની શુભેચ્છક મુલાકાત લેવામાં આવેલ. તેમજ પુષ્પગુચ્છ આપી વેલકમ કરવામાં આવેલ.
વિશેષમાં સુરેન્દ્રનગરના વર્ષો જૂની સમસ્યા અને વિકાસ ઝંખતા મુદ્દાઓ ઉપર માન. કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવામાં આવેલ. જેમાં મુખ્યત્વે…
૧. સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફીકની વધતી જતી સમસ્યાને હળવી બનાવવાના અર્થે સી.જે.હોસ્પીટલ સામે મંજૂર કરાયેલ મીની અંડરબ્રીજ કે જેને ૨ વર્ષથી પણ વધારે સમય મંજૂરીને વિતી ગયો છે. પરંતુ આજદિન સુધી કામગીરી શરૂ કરવામાં આવેલ નથી.
૨. સુરેન્દ્રનગર ખાતે બાયપાસ રોડના અભાવને કારણે તરફથી આવતા અને ધ્રાંગધ્રા-કચ્છ-ભૂજ તરફ જતા ટ્રાફીક, મોટા લોડેડ વાહનો, ટ્રકો વઢવાણસીટીમાંથી પસાર થઇ ૮૦ ફીટ રોડ તરફથી પસાર થાય છે. આ રોડ ઉપર સ્કૂલ-કોલેજ-ધાર્મિક સ્થળો મોટા પ્રમાણમાં આવેલા છે. અગાઉ પણ વઢવાણસીટી અને ૮૦ફીટ રોડ ઉપર ટ્રક-ડમ્પરની અડફેટે લેતા નાના બાળકો અને વૃધ્ધ લોકોએ જીવ ગુમાવેલ. આથી બાયપાસ રોડ અને રીંગ રોડની તાતી જરૂરીયાત ઉપર વિશેષ ભાર આપવામાં આવેલ.
વિશેષમાં વઢવાણ ખાતે શ્રધ્ધા હોટેલ મુળચંડ રોડ વાયા રાજપર-બાકળથળી રોડને સાંકળી ધ્રાંગધ્રા-કચ્છ-ભૂજ-વિરમગામનો સમગ્ર ટ્રાફીક-મોટા વાહનો બાયપાસ નિકળી શકે તે અર્થે અગાઉ આશરે ત્રણ-ચાર વર્ષ પહેલાં આનંદીબહેન પટેલ દ્વારા રૂપિયા ૧૦ કરોડની ગ્રાંટ મંજૂર કરાયેલ. જ્યારબાદ આજદિન સુધી કોઇ કાર્યવાહી કે કામગીરી કરાયેલ નથી.
૩. રોડ ચાર લાઇન મંજૂર થઇ ગયેલ છે. જેને નેશનલ હાઇવેમાં સામેલ કરી યલ્લો કલરના કી.મી.ના સાઇન બોર્ડના પથ્થર પણ લાગી ગયેલ છે. ચાર લાઇન રોડ મંજૂર થયાને આશરે બે થી ત્રણ વર્ષનો સમય વિતી ગયો પણ કોઇ કામગીરી શરૂ કરેલ નથી.
૪. શહેરના હાર્દ સમા રોડ કુંથુનાથ દેરાસર થી જૂના જંક્શન રોડ ઉપર ચોમાસામાં વરસાદી પાણીના નિકાલના અભાવે અને રહેણાંક મકાન-દૂકાનના લેવલ કરતા રોડના લેવલ ઊંચુ હોવાથી ઘર તથા દૂકાનમાં પાણી ભરાય જવાની સમસ્યા ઉપર ધ્યાન દોરવામાં આવેલ તેમજ આ રોડનું કામગીરી કાર્યરત હોવાથી રોડનું લેવલ નીચું તેમજ વરસાદી પાણીના યોગ્ય નિકાલ થાય તે માટે જી.યુ.ડી.સી. ને સુચના આપવા રજૂઆત કરવામાં આવેલ.
૫. સુરેન્દ્રનગરમાં ગેટ સ્ટેશન પાસે કાર્યરત ઓવરબ્રીજની કામગીરી કાચબા ગતિએ ચાલી રહી છે. તે કામગીરી શહેરની પ્રજા અને ટ્રાફીકની વધતી જતી સમસ્યાને ધ્યાને લઇ ઝડપથી અને ઉચ્ચ ગુણવત્તા યુક્ત બને તે માટે સુચના આપવા રજૂઆત કરેલ.
ઉપરોક્ત તમામ બાબતે ZCCIઅને સુરેન્દ્રનગર જિલ્લાના અગ્રણ્ય વેપાર-ઉદ્યોગાના એસોસીએશનો અને દ્વારા એકસુરમાં તેમજ તમામ મુદ્દાઓ ઉપર પ્રજાની સુખાકારીને જોઇ ઝડપભેર નિરાકરણ આવે તેવી રજૂઆત કરવામાં આવેલ.
ડેલીગેશનમાં ચેમ્બરના ઉપ-પ્રમુખ માધવીબેન શાહ, માનદ્દમંત્રી કમલેશભાઇ રાવલ, WIA ના પ્રમુખ ગોરધનભાઇ વરમોરા, ચેમ્બરના પૂર્વ-પ્રમુખ અને WIA ના માનદ્દમંત્રી પુલીનભાઇ ત્રિવેદી, કારોબારી સભ્યો, સેક્રેટરી દીપ તુરખીઆ, વેપારી મહામંડળના ધર્મેન્દ્રભાઇ સંઘવી, મહેતા માર્કેટ કરીયાણા એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ પ્રજાપતિ, બિલ્ડર એસોસીએશનના પ્રમુખ દિલુભા પરમાર સહિત એસોસીએશનના હોદ્દેદારો તેમજ જયકીનભાઇ મહેતા અને અશોકભાઇ રાઠોડએ હાજરી આપેલ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com