માણાવદર ના જુદા જુદા ગામો ના ખેડૂતો સાથે મળી મામલતદાર ને ખેડૂતો દ્વારા પાચ મુદા નું આવેદનપત્ર અપાયું જીજીઆરસી દ્વારા બહાર પાડેલ નિયમ ૪-૪-૧૮ સરક્યુલર મુજબ છે. જેમાં ૭-૧૨ માં કુવા બોર નો ઉલેખ હોય છતાં જીજીઆરસી દ્વારા સહાય લેવી હોય તો ફરજીયાત ફોટોગ્રાફ્સ આપવા ના તો ખેડૂતો નો પ્રશ્ન કે જીજીઆરસી ને સરકારી રેકડ તેમજ સરકારી કર્મચારી એટલે કે મામલતદાર અથવા મંત્રી પર વિશ્વાસ નથી. અને ખેડૂતો ચોર છે એવું સાબીત થાય છે. (૨ ) કે બેંક ખાતાની પાસબુક રજુ કરે તો ફરજીયાત છેલ્લા ટ્રાનજેકશન ની માહિતી ફરજીયાત આપવાની ખેડૂત ની આર્થીક પરીસ્થીતી કેવી છે તેનો નો ગુપ્ત સર્વે કરે છે કે શું ? જીજીઆરસી ખેડૂત ની પ્રાઈવેશી ના છીનવે તાત્કાલિક સરકાર જાગે અને છેલ્લા ટ્રાનજેકશન નીયમ રદ કરે. ફુવારા પદ્ધતિ માં નવા નિયમ મુજબ ટ્રાયલરન વેરીફીકેશન ફરજીયાત કરવામાં આવ્યું છે.પરંતુ શિયાળુ પાક તલ ,અડદ ,કપાસ ,વગેરે જેવા પાકો માં ફુવારા સીસ્ટમ ચાલુ કરી એ તો પાક ને નુકશાન થાઇ તો (જુના નિયમ મુજબ ) માન્ય રાખે. ટપક અને ફુવારા માં સરકાર આર્થિક સહાય આપે અને બીજી બાજુ ખેડૂતો પર ૧૨% GSTવસુલ કરે છે જે ગયા વર્ષ ની જેમરાજય સરકાર ખેડૂતો વતી ભરી આપે નવા નિયમમાં પાક પ્રમાણે સબસીડી કરવામાં આવી તે યોગ્ય નથી પાક ની બદલી યુનિવર્સીટી ભલામણ છે તો શા માટે પાક પ્રમાણે સબસીડી કરવામાંઆવી. જેથી સરકાર તાત્કાલિક આ મુદા ને ધ્યાને લઇ નિયમ માં સુધારા કરી સ્પેશીંગ પ્રમાણે આપવા.માણાવદર તાલુકા ના ખેડૂતો દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતુ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com