મેષ
આજે આપ ઘરના કામમાં ખૂબજ ગુંથાયેલા રહેશો. અચાનક આપના ઘરે આપના મિત્ર મળવા આવી શકે છે. એમની સાથે ખૂબજ મજા લો. પરંતુ આજે આપે પોતાના કામ પર પણ ધ્યાન દેવું જોઈએ. એટલે કામ અને મસ્તી વચ્ચે સંતુલન જાવવી રાખજો.
વૃષભ
સંભાવના છે કે આજે આપ કોઈની સાથે ઝઘડો કરી બેસો ખાસ કરીને આપના મિત્રો, પરિવારજનો અથવા પછી સાથે કામ કરનારાઓ સાથે માટે જરા સાવચેત રહેજો. આજે વાતચીતજે વધુ ગંભીરતાપૂર્વક ન લેશો, પરંતુ એનો અર્થ એવો પણ નથી કે જો કોઈ આપના સારા વહેવારનો ફાયદો ઉઠાવે તો એનો ફાયદો ઉઠાવવા દો. આજે સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આપ પોતાની સમજ અને પરિપક્વતાથી વિપરિત પરિસ્થિતિઓમાં પણ સંતુલન જાળવી રાખજો.
મિથુન
આજે આપ કોઈ સારો દોસ્ત બનાવી શકો છો. સમય આવવા પર આ દોસ્ત આપને મુશીબત અથવા પડકાર વેળાએ શાંત રહેવામાં મદદ કરશે. આપને લાગશે કે આપ કેટલા ભાગ્યશાળી છો કે આપની આ માણસ સાથે મુલાકાત થઈ છે. આપ પોતાના ગ્રહોનો આફાર માનજો કે કેવા ખરા સમયે આ માણસ આપની જીંદગીમાં આવશો.
કર્ક
આજે આપના આટકેલા કામોને પુરા કરવાનો પ્રયત્ન કરશો. આજે આપ સારૂં પરિણામ આવે એવા ઉપાયો પર જ ધ્યાન દેશો. આજે આપ પુરા જોરશોરથી પોતાનું કામ શરૂ કરી દેશો. આપની આ ઉજાર્નો ઉપયોગ લાંબા સમયથી આધૂરાં પડેલા કામોને પુરા કરવામાં લગાવો.
સિંહ
આજે કારણ વગર આપના મનમાં ઉદાસ રહેશે. પરંતુ આપ ચિંતા નકરશો. આ ઉદાસ અવસ્થા પણ જલ્દી ખત્મ થઈ જશે. અત્યારે આપ ખૂબજ અસુરક્ષિત અનુભવો છો. પરંતુ ટૂંકમાંજ આપ પોતાની જીંદગીમાં સુરક્ષા અને સ્થિરતા મેળવશો. આ ડર જીંદગીની રાહમાં નાના મોટા ખાડાઓ જેવો છે.
કન્યા
ગ્રહોના ખરાબ પ્રભાવને કારણે આજે આપ ઘરેજ કોઈ વાદવિવાદમાં પડી શકો છો. એટલે આવે આપની બોલી અને ગુસ્સાને કાબુમાં રાખળી જોઈશે. જો આજે આપ શાંત રહેશો તો ભવિષ્યમાં ઘણી બધી ઘરેલુ સમસ્યાઓથી બચી શકશો. આજની પરિસ્થિતિઓને લઈને આપ ગુસ્સાને આપના પર બીલ્કુલ હાવી થવા ન દેશો. ખરાબ વખત પણ જલ્દી વીતી જશે.
તુલા
કાર્યકુશળતાનો ગુણ આપમાં ટીપી ટીપીને ભરેલો છે. જે આ દિવસોમાં ઓર વધી જશે. આપ સકારાત્મક અને રચનાત્મક ઉજાર્થી ભરેલા છો એટલે સહેલાઈથી એ બધી સમસ્યાઓનો ઉકેલ શોધી લેશો જેનો ઉકેલ લાવવા બીજાઓને માટે અસંભવ છે. આ બધું આપ પોતાની કાર્યકુશળતા અને ઉંડા ચિંતનને કારણે કરી શકો છો. અને સૌથી મોટી વાત એ છે કે, આપના આ હુનરથી લોકો ખૂબજ પ્રભાવિત છે.
વૃશ્ચિક
આજે પોતાની જીંદગીની સમસ્યાઓને ઉકેલવાને માટે કોઈ સલાહકારને ગોમશો. એ સલાહકાર કદાચ આપનો જ્યોતિષી હોય જે આપને સાચી દિશા બતાવી શકે. ધ્યાનમાં રાખજો કે આપ સાચી વ્યક્તિની સલાહ લો નહિતર પાછળથી પસ્તાવું પડી શકે છે.
ધન
ઘરવાળાઓ અને મિત્રોના નકારાત્મક સ્વભાવને લીધે આપે થાડુંક સાવધ રહેવાની જરૂર છે. આ વાત કદાચ નાની શી વાત હોય પરંતુ આવનારા સમયમાં આપના સંબંધોમાં કડવાશ પેદા કરી શકે છે. પોતાના કુટુંબીઓ અને મિત્રોને પૂછો કે તેઓ આજ કેવું અનુભવે છે. એવું કરીને આપ કદાચ આવવાવાળી પરેશાનીઓથી બચી શકશો.
મકર
જો આપને કોઈ પ્રકારની મદદની જરૂર છે તો આપ કોઈપણ મિત્ર અથવા સંબંધીથી માંગવામાં જરાપણ સંકોચ ન કરશો. આપના નજીકના સંબંધો વિશ્વાસ અને આપસની સમજ પર આધારિત છે. જે સહયોગ આપ એક બીજાને આપશો એથી આપના સંબંધો વધુ મજબુત થશે. જેટલી સ્હેલાઈથી આપ સહુની મદદ કરો છો એટલીજ સ્હેલાઈથી એ લોકો પણ આપની મદદ કરવા તૈયાર રહેશે.
કુંભ
જે આપ પોતાના લોકોની સાથે ક્યાંય બહાર જવાનું વિચારી રહ્યા છો તો એને માટે આ ખરો સમય છે. આ યાત્રાથી આપને ખૂબ ખુશી મળશે. અને આપ ખૂબ મૌજમસ્તી કરશો. પોતાની આ યાત્રાનો પુરો આનંદ ઉઠાવજો.
મીન
આજે અચાનકજ આપનો કોઈ મિત્ર આપને ઈ-મેઈલ મોકેલશે અથવા પછી ફોન કરશે. આ દોસ્ત કદાચ થોડાંક દિવસોને માટે આપના ઘરે રહેવાપણ આવી જાશે. એનું સ્વાગત કરવા તૈયાર રહો. પોતાના મિત્રની સાથે ખૂબ મઝા કરો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com