ડો.દસ્તુર માર્ગ પર ૧૦૦ મીટર વિસ્તાર રાત્રી બજાર તરીકે ડિકલેર
રાજકોટ રંગીલુ શહેર છે. રાજકોટવાસીઓ માટે એમ કહેવાય છે કે, તેઓ હરવાફરવા અને જમવાના શોખીન છે. રાજકોટમાં ભૂતકાળમાં એક રાત્રી બજાર કાર્યરત હતી. લાંબા સમયથી આવી કોઈ ઓર્ગેનાઈઝડ રાત્રી ફૂડ બજાર નહોતી પરંતુ મહાનગરપાલીકાના પ્રયાસથી હવે નાગરિકોને આ સુવિધા પ્રાપ્ત થશે. સાથોસાથ રાજકોટમાં ફૂડનાં ધંધાર્થીઓને પરવાના સાથે વ્યવસાય અને રોજગારીની ઉત્તમ તક પણ મળી શકશે. તેમ મ્યુની. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યુંં હતુ.
તેમને વધુમાં આ સુવિધા વિષે વાત કરતા એમ જણાવ્યું હતુ કે, રાજકોટ શહેરના હોકર્સને રોજગારી મળી રહે તેમજ શહેરીજનોને ઓર્ગેનાઈઝડ ફૂડ બજારની સુવિધા મળે તેહેતુથી રાજકોટ મહાનગરપાલીકા દ્વારા હાલ ડો. દસ્તુર માર્ગનો ૧૦૦ મીટરનો વિસ્તાર રાત્રી બજાર તરીકે ડીકલેર કરવામા આવેલ છે. ભવિષ્યમાં શહેરમાં વિવિધ સ્થળોએ પણ આનુસાંગિક બાબતોનો અભ્યાસ કર્યા બાદ રાત્રી બજારો શરૂ કરવાનું નિયત કરવામાં આવશે. દરમ્યાન ડો. દસ્તુર માર્ગ પરની રાત્રી બજાર ખાતે ફકત ફૂડ ટ્રક અને ફૂડ વેનને જ મંજુરી આપવામાં આવશે. આ ફૂડ બજાર ખાતેનાં વ્યવસાયીકોને રાત્રીનાં ૭ કલાકથી ૧૧ કલાક સુધી જ વ્યવસાય કરવાની મંજૂરી આપવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com