વોર્ડ પ્રમુખ, મહામંત્રી, કારોબારી સભ્યો અને વિશેષ આમંત્રીત સભ્યોની નિયુકિત કરાઇ: બક્ષીપંચ મોરચા પ્રમુખ નીલેશ જલુએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં આપી વિગતો
શહેર ભાજપ દ્વારા બક્ષીપંચ મોરચાના વોર્ડ પ્રમુખ, મહામંત્રી શહેર કારોબારી અને વિશેષ આમંત્રીત સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. જે અંગે વિગત આપવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નીલેશ જલુ, મહામંત્રી સોમભાઇ ભાલીયા, લલીત વાડોલીયા સાથે વિચાર વિમર્શ કરી રાજકોટ શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના વોર્ડ પ્રમુખ-મહામંત્રી, શહેર કારોબારી સભ્ય તેમજ વિશેષ આમંત્રીત સભ્યોનું નિમણુંક કરી હતી.
આ વરણી કરતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આધારીત છે. અને પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તામાં છેવાડાના માનવીનો વિકાસ થાય અને કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકોને વધુને વધુ મળે અને સાથોસાથ ભારત માતાનું ગૌરવ વધે તે વાત કાર્યકર્તાના દિલમાં પડેલી છે. ત્યારે બક્ષીપંચ મોરચાના માઘ્યમથી રાજય સરકારની વિવિધ યોજનાઓથી પછાત વર્ગને વધુને વધુ લાભ મળે અને પછાત વર્ગનો ઉત્કર્ષ થાય તેવા આશયથી શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના વોર્ડ પ્રમુખ-મહામંત્રી, કારોબારી સભ્યો, વિશેષ આમૅત્રીત સભ્યોની વરણી કરવામાં આવેલ છે ત્યારે આ નવનિયુકત શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના વોર્ડ પ્રમુખ-મહામંત્રી કારોબારી સભ્યો વિશેષ આમંત્રીત સભ્યોને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડ તેમજ શહેર ભાજપના હોદેદારથી લઇ તમામ શ્રેણીના કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com