રાતનો સમય ત્વચાને આરામ આપવાનો સાચો સમય હોય છે, તેથી જ ચહેરાની ડીપ સફાઈ કર્યા બાદ રાત્રે વધારે સારા પરિણામ માટે મોઈશ્ચરાઈઝર લગાવો. શું તમે જાણો છો કયું મોઈશ્ચરાઈઝર તમારી ત્વચા માટે શ્રેષ્ઠ સાબિત થાય છે. જાણો ક્યુ ક્રમ રાત્રે લગાવવું જોઇએ.

કોફી બીન, બ્રાહ્મી, કાલમેઘ, યષ્ટિમધુ, પત્થરચૂર, હાર્સ ચેસ્ટનટ જેવા ઔષધીય છોડનાં તત્વ અને તેલ તેમજ વિટામીન ઈ, સી અને અન્ય એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર નાઈટ ક્રીમ લગાવો.

ક્રીમ એવી હોવી જોઈએ જે ત્વચામાં ઉંડાણપૂર્વક સમાઈ જાય. એવી ક્રીમ ન લગાવો, જે ત્વચા પર તૈલીય રૂપમાં સાફ દેખાય અને ન શોષાઈ.

સિન્થેટીક ફ્રેગરેન્સ અથવા રંગોવાળી ક્રીમ ન લગાવો. કારણ કે, તેનાથી તમારી ત્વચામાં ખંજવાળ અને બળતરા થઇ શકે છે. સારી નાઈટ ક્રીમમાં પેરાબેન્સ વગેરે કેમિકલ ન હોવું જોઈએ. જો તમારી ત્વચા સંવેદનશીલ છે તો આલ્કોહોલ યુક્ત ક્રીમ ન લગાવો.

નાઈટ ક્રીમ ત્વચાને પોષણ આપવા અને ત્વચાની કોશિકાઓને રીપેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, તેથી જ તે સનસ્ક્રીન અને SPF રહિત હોવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.