આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું નામ બેન્ક ઓફ ઇંગ્લેન્ડના આગામી ગવર્નર તરીકે ચર્ચાઇ રહ્યું છે. યુકેના ચાન્સેલર અને એક્સચેકર ફિલિપ હેમોન્ડે સંકેત આપ્યો કે રાજન હાલના ગવર્નર માર્ક કેર્નીની જગ્યા લઇ શકેછે. બ્લુમબર્ગના એક રીપોર્ટ અનુસાર, હેમોન્ડે જમાવ્યું કે, `હજુ સુધી ઔપચારિક પ્રક્રિયા શરૂ નથી કરી, પરંતુ સંભવિતોના નામ પર વિચારણા થઇ રહી છે.’
માર્ક કેર્નીની ટર્મ જૂન 2019માં પૂરી થાય છે. તે યુકે સેન્ટ્રલ બેન્કના ત્રણ સદીના ઇતિહાસમાં પહેલા વિદેશી ગવર્નર છે.
કહેવાય છે કે આરબીઆઇના પૂર્વ ગવર્નર અને યુનિવર્સિટી ઓફ શિકાગોના પ્રોફેસર રઘુરામ રાજન, મેક્સિકન સેન્ટ્રલ બેન્કના પૂર્વ ચીફ ઓગસ્ટિન કાર્સ્ટેન્સના નામ સંભવિત કેન્ડિડેટ્સની યાદીમાં છે. કાર્સ્ટેન્સ હાલમાં બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સમાં જનરલ મેનેજર છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com