ઉપલેટા-વિંછીયા અને જામકંડોરણા તાલુકામાં દૈનિક ૫૭ ટેન્કરના ફેરા
જેમ-જેમ ઉનાળો આગળ ધપી રહ્યો છે તેમ તેમ શહેર-જિલ્લામાં જળ સમસ્યા વિકટ બની રહી છે. હાલમાં જિલ્લામાં ઉપલેટા-વિંછીયા અને જામકંડોરણા તાલુકાના ગામોમાં દૈનિક ટેન્કરના ૫૭ ફેરા પાણી લોકોને પહોંચાડવામાં આવી રહ્યું છે તો રાજકોટ શહેરમાં છેવાડાના વિસ્તાર એવા માધાપર, ઘંટેશ્ર્વર, રંગોલીપાર્ક, મોટામવા અને આણંદપર સહિતના વિસ્તારોમાં ટેન્કર રાજ જેવા માહોલમાં દૈનિક ૭ લાખ લીટર જેટલું પાણી ટેન્કર મારફત વિતરણ થઈ રહ્યું છે.
આજરોજ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને પાણીની પરિસ્થિતિ અંગે બેઠક મળી હતી. જેમાં પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા વિગતો રજુ કરતા જણાવ્યું હતું કે, ઉપલેટા તાલુકાના એક, વિંછીયા તાલુકાના એક અને જામકંડોરણા તાલુકાના બે સહિત કુલ ૪ ગામો અને ૭ પરાવિસ્તારમાં દૈનિક ટેન્કરના ૫૭ ફેરા કરી લોકોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
વધુમાં રાજકોટના છેવાડાના વિસ્તાર એવા મોટામવામાં દૈનિક ૧ લાખ લીટર, રંગોલીપાર્કમાં ૧ લાખ લીટર, કુવાડવામાં ૧ લાખ લીટર, આણંદપરમાં ૧ લાખ લીટર અને માધાપર તથા ઘંટેશ્ર્વરમાં તંત્ર દ્વારા ૧ લાખ લીટર તેમજ સ્થાનિક બોડી દ્વારા ૧ થી ૧.૫૦ લાખ લીટર પાણી મળી દૈનિક કુલ ૭.૫૦ લાખ લીટરથી વધુ પાણી આપવામાં આવી રહ્યું છે.
આમ ઉનાળાનો મધ્ય ભાગમાં તડકાના જોરની સાથે સાથે પાણીનું જોર પણ વધ્યું હોય ડા પાણી પુરવઠા બોર્ડ અને સ્થાનિક પંચાયતોને પાણી માટે ઉંધા માથે થવું પડયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com