વિજયભાઈ સંઘ, સંસ્કૃતિ અને શિષ્ટાચાર તેમની રાજકીય કારકીર્દીના સ્તંભ અને તેમની વાસ્તવિકતાની વિશેષતા છે
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયું છે કે પ્રગતિશીલ સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની લોકચાહના દિન પ્રતિદિન વધતી જાય છે. વિજયભાઈ રૂપાણી ફેસબુકમાં ત્રીજા નંબરનાં સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી બની ચૂકયા છે. વિજયભાઈ રૂપાણીનું ફેસબુક પેઈઝ લોકોને ખૂબજ પસંદ પડી રહ્યું છે. એજ બતાવે છે કે વિજયભાઈ રૂપાણી જનતા માટે ખરેખર સી.એમ. બનીને રહે છે. વધુમાં કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી કિશોર રાઠોડ જણાવ્યું હતુ કે બાલ્યકાળથી જ વિજયભાઈ આરએસએસનાં આદર્શોને વરેલા રહ્યા છે. તેમની શૈલી સંસ્કૃતિ અને સ્વભાવ દીવા જેવો સ્પષ્ટ છે. રાજકીય ક્ષેત્રમાં તેમની કારકીર્દી સામાજીક કાર્યકર્તાની જેમ જ ફળદાયી રહી છે.
વિજયભાઈ રૂપાણી પક્ષ અને પ્રજા બંનેના નેતા છે, લાંબા સમયથી કાર્યકર્તા તરરીકે રહી વિનમ્ર અને સાલસ સ્વભાવના માલિક એવા આ નેતાને તેમની ધીરજ અને ખંત એક અસાધારણ નેતા બનાવે છે. ભારતની લોકશાહીના તેઓ પ્રખર અનુયાયી છે. મુખ્યમંત્રી તરીકે રહીને તેમને સમાજ પ્રત્યે હરહંમેશ સર્મપણઅને નિષ્ઠા દાખવી છે.
જેઓ ૬૦ વર્ષની વયે ગુજરાતમાં નેતૃત્વ કરવાની વિશિષ્ટ જવાબદારી નિભાવી રહ્યા છે. અને તેમને મૂળભૂત આધાર પૂરો પાડે છે. આમ અંતમાં કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ જણાવ્યું હતુ કે વિજયભાઈ રૂપાણીનો સરળ, સાલસ અને સંવેદનશીલ સ્વભાવ જ તેમની લોકપ્રિયતામાં અપાર વધારો કરે છે. આમ ફેસબુક જેવા સોશ્યલ મીડીયાના માધ્યમમાં વિજયભાઈ સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે ત્રીજા નંબરે આવતા તેમને અભિનંદન પાઠવ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com