રાજકોટ શાખાના નવનિયુકત પ્રમુખ રાજેશભાઈ ગોંડલીયા અને ઉપપ્રમુખ બળવંતભાઈ ચૌહાણ સહિતના ‘અબતક’ની મુલાકાતે
સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની રાજકોટ શાખાની તાજતેરમાં મળેલ સામાન્ય સભાએ આપેલ અધિકાર અન્વયે પરિષદના પ્રદેશ અગ્રણીઓ યશવંતભાઈ જનાણી અને મહેશભાઈ નગદિયાએ કાર્યકારી પ્રમુખ જયંતીભાઈ કાલરીયા સાથે પરામર્શ કરી રાજકોટ શહેર જીલ્લાના પ્રમુખ તરીકે જાણીતા વેપારી અગ્રણી રાજેશભાઈ ગોંડલીયા (૯૯૭૮૯ ૧૫૫૮૨) તથા સંયોજક તરીકે પ્રકાશભાઈ પરમાર (૮૪૦૧૨ ૬૨૫૩૩)ની નિમણુક જાહેર કરી છે. આ ઉપરાંત શહેર શાખાના ઉપપ્રમુખ તરીકે પૂર્વ કોર્પોરેટર બળવંતભાઈ ચૌહાણ તથા યુવા બિઝનેસમેન વિવેકભાઈ તન્ના કામ કરશે.
સામાન્ય સભાએ પ્રદેશ કારોબારી માટે જીમ્મીભાઈ અડવાણી, મહેશભાઈ નગદીયા અને કિશોરભાઈ સગપરીયાની વરણી કરેલ છે. સાથો સાથ આ ઉપરાંત શહેર શાખાની કારોબારીમાં પૂર્વ ચેરમેન પ્રી.કે.એમ.માવાણી, પૂર્વ સંયોજકો, હસમુખ સોલંકી અને હસમુખ કોટેચા ઉપરાંત યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ હિંમતભાઈ લાબડીયા, ગાંધીવાદી અગ્રણી દિલીપભાઈ શુકલ, મહિલા અગ્રણી મધુરીકાબેન જાડેજા અને નલિનીબેન ઉપાધ્યાય, આચાર્ય સતીષભાઈ તેરૈયા, વેપારી અગ્રણી મહેશભાઈ મહેતા, વિનસભાઈ માવાણી, મનમોહનસિંહ નંદા ઉપરાંત સામાજીક કાર્યકરો પ્રભાતભાઈ જાદવ અને મુકેશભાઈ પારેખનો સમાવેશ કરવામાં આવેલ છે. આ સાથે રાજકોટ શહેરના અઢારેય વોર્ડનાં સંયોજકોની નિમણુક નવા ચુંટાયેલા પ્રમુખ દ્વારા કરવામાં આવશે. પરિષદ રાજકોટમાં એઈમ્સ લાવવા પ્રયાસો કરશે તેવું અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ કહ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com