પીપળી ગામે ધમધમતા કારખાના અને રહેણાંક મામલે તપાસની માંગ
મોરબીના પીપળી ગામે ખેતીની જમીનમાં બિનખેતી પ્રક્રિયા વગર જ કારખાના અને રહેણાંક ઉભા કરી લેવાતા આ મામલે કલેકટર સમક્ષ ફરિયાદ થવા પામી છે.
જાણવા મળ્યા મુજબ પીપળીના મહેશભાઈ બીજલભાઈ ઉભડિયાએ ગ્રામ પંચાયતથી લઈ કલેકટર સુધી લેખિત ફરિયાદ કરી ખેતીની જમીનમાં વગર પરવાનગીએ ઔઘોગીક એકમો ચલાવાતા હોય દુર કરવા માંગ કરતા ગેરકાયદે બાંધકામ કરનાર લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
લેખિત ફરિયાદ મુજબ પીપળી ગ્રામ પંચાયતના સરપંચશ્રી તલાટી કમ મંત્રીશ્રી તથા તમામ સદસ્યો પાસે પીપળી ગામે સ.ન.૩૦૪ પૈકી ૧૮ પૈકી ૧નો જમીનમાં રંજનબેન જયંતિભાઈ આખજા આ જગ્યા પર એપાર્ટમેન્ટ તેમજ અલગ અલગ ઔદ્યોગિક એકમો સ્થાપિત કરેલ છે આથી આપની કચેરીએથી આ ૩૦૪ પૈકી ૧૮ પૈકી ૧ સ.ન.ને લગતી રેવન્યુ રેકર્ડ ૭ ૧૨,તથા ગા.ન.નં-ર, ઉપરાંત બાંધકામનો મંજુરી લીધેલ હોય તો તેને લગત કાગળો આપવા તેમજ તેમાં આવતા ભાડા પર આવેલ ગોડાઉનોની કોઈ માહીતી આપવા માંગ કરવામાં આવી છે.
આ મામલે લગત ક્ચેરીએ કોઈ રેકર્ડ ઉપલબ્ધ ન હોય તો તે કાયદેસર ન હોય ઉપલી ક્ચેરીએથી કાર્યવાહી કરવા તેમજ ગેરકાયદેસર આ ગોડાઉન કે બિલ્ડીંગ હોય તો વીજ કનેક્શન કઈ રીતે આવેલ તેવા સવાલ ઉઠાવી તેમની સંપૂર્ણ માહીતી આપવા જણાવી કોઈપણ ઓથીરીટીની પરવાનગી વીના ઉભા થઇ ગયેલા રૂમો તેમજ ગોડાઉનો ભાડે માપવામાં આવે છે તેની શંકા હોય નિષ્પક્ષ તપાસ કરી ખરી વિગત આપવા માંગ ઉઠાવવામાં આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com