કાલાવડના ખોડિયારપરામાં રહેતા એક યુવાન સામે કબૂતર ચોરવાનો આક્ષેપ કરાતા આ યુવાને ઝેરી દવા પી લીધી છે. જ્યારે મોટી નાગાજણ ગામના એક યુવાને અકળ કારણોસર ઝેર ગટગટાવ્યું છે. ઉપરાંત ભંડારિયા ગામના એક મહિલાએ અગ્નિસ્નાન કર્યું છે. પોલીસે ત્રણેયના નિવેદન નોંધ્યા છે. કાલાવડના ખોડિયારપરામાં રહેતા કિશનભાઈ પ્રેમજીભાઈ બારૈયા નામના વીસ વર્ષના કોળી યુવાને આજે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા આ યુવાનને બેશુદ્ધ હાલતમાં કાલાવડ દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બાબતની જાણ કરાતા જી.જી. હોસ્પિટલ પોલીસ ચોકીના જમાદાર નારણભાઈ લૈયાએ પ્રેમજીભાઈ ઉકાભાઈ બારૈયાનું નિવેદન નોંધ્યું છે જેમાં ખૂલ્યા મુજબ તેમના પુત્ર કિશન સામે પાડોશીઓએ કબૂતર ચોરી જવા અંગે પોલીસમાં અરજી કરતા પોતે આ કૃત્ય નથી કર્યું હોય વ્યથિત થયેલા કિશને દવા પી લીધી હતી. તબીબોએ આ યુવાનની સારવાર શરૃ કરી છે.
કાલાવડ તાલુકાના મોટી નાગાજણ ગામના મનસુખભાઈ જશાભાઈ કટારિયા નામના પિસ્તાલીસ વર્ષના દલિત યુવાને કોઈ અકળ કારણસર ઝેરી દવા ગટગટાવી લેતા તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જમાદાર એન.એમ. લૈયાએ કસ્તુરબેન કટારિયાનું નિવેદન નોંધ્યું છે.
ખંભાળિયા તાલુકાના ભંડારિયા ગામના રહેવાસી નાથીબેન ખીમાભાઈ સાંખરા નામના ચાલીસ વર્ષના ભરવાડ મહિલાએ ગઈકાલે કોઈ કારણસર પોતાના શરીર પર કેરોસીન છાંટી દીવાસળી ચાંપતા આ મહિલાને સારવાર માટે જામનગરની ગુરૃ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com