તાજેતરમાં ભુદેવ સેવા સિમતી, બ્રહ્મસમાજના તમામ તડગોળ તથા અગ્રગણ્ય સંસ્થાઓ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના સન્માનનું કુમકુમ પાર્ટી પ્લોટ, બિગ બઝાર પાસે ૧૫૦ ફૂટ રીંગરોડ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારંભમાં અંદાજે ૧૦ હજારથી વધુ બ્રાહ્મણોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને એકતાનો પરચય આપ્યો હતો.
મેયર જૈમનભાઈ ઉપાધ્યાયએ કાર્યક્રમની સ્વાગતવિધિ કરી હતી જૈમનભાઈએ સ્વાગત વ્યકતવ્યમાં તમામ તડગોળને એક મંચ પર લાવવાના ભૂદેવ સેવા સમિતિનાં ભગીરથ કાર્યને બિરદાવ્યું હતુ. તમામ તડગોળ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ તરીકે બીરાજમાન રાજેન્દ્રભાઈ ત્રિવેદીને પરશુરામ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભુદેવ સેવા સમિતિ અને બ્રહ્મસમાજના તમામ તડગોળ દ્વારા રાજેન્દ્રભાઈને બ્રહ્મરત્ન તરીકેનું સન્માન કરાયુંહતુ આ સમારંભમાં તમામ તડગોળએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બ્રહ્મતેજ સન્માન સમારોહમાં રાજેન્દ્રભાઈએ પોતાના વ્યકતવ્યમાં પોતાને આ સન્માન આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આજે આ સન્માન સમારોહ બ્રહ્મસમાજની એકતાનું પ્રતિક છે. આ એકતાથી સમાજ વધુ શકિતશાળી બનીને બહાર આવ્યો છે. આ તકે અંજલીબેન ‚પાણીએ કહ્યું હતુ કે આજે અનેક સમાજ દ્વારા અનામતની માંગ ઉઠી રહી છે. પરંતુ બ્રાહ્મણ સમાજ એ તો આખા સમાજની અમાનત છે. બ્રહ્મસમાજને અનામતની જ‚ર નથી વધુમાં તેમણે જણાવ્યુંં હતુ કે, આજે બ્રાહ્મણો વિષે ખોટી વાતો ફેલાવવામાં આવે છે. પરંતુ હકિકત એ છે કે બ્રાહ્મણે કયારેય કોઈ સમાજનું અહિત કર્યું નથી સનાતન ધર્મનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, બ્રાહ્મણો હજારો વર્ષોથી ધર્મનુંરક્ષણ કરતો આવ્યો છે.
આ સમારોહને સફળ બનાવવા માટે નીતીનભાઈ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ભુદેવ સેવા સમિતિના પ્રમુખ તેજસ ત્રિવેદી તથા નિરજ ભટ્ટ તથા માનસ વ્યાસ, નેહલ ત્રિવેદી, ભાગર્વી ભટ્ટ, રક્ષાબેન ત્રિવેદી, કિર્તીબેન દવે સહિતના તમામ તડગોડની યુવા ટીમે જહેમત ઉઠાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com