૩૦ હજાર ઘરોમાં સર્વે: મચ્છરની ઉત્પતિ સબબ ૬૯ આસામીઓને દંડ ફટકારાયો

કાળઝાળ ઉનાળામાં શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં અલગ અલગ સરકારી તા ખાનગી હોસ્પિટલોમાં ટીએચઆઇ સામાન્ય ઝાડા-ઉલ્ટી અને તાવના ૩૨૬ જેટલા કેસો મળી આવ્યા છે. રોગચાળાને નાવા માટે ૩૦ હજાર જેટલા ઘરોમાં સર્વેના કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મચ્છરોની ઉત્પતિ સબબ ૬૯ આસામીઓને દંડ ફટકારવામાં આવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં સામાન્ય અને તાવના ૨૦૬ કેસ, ઝાડા ઉલ્ટીના ૧૦૯ કેસ, ટાઈફોડ તાવના ૨ કેસ, મરડાના ૮ કેસ, મેલેરીયાના ૧ કેસ, કમળા તાવના ૧ કેસ અને અન્ય તાવના ૧૬ કેસો મળી આવ્યા છે.

મચ્છરજન્ય રોગચાળાની અટકાય માટે ૩૦ હજાર ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. મચ્છરોના નાશ માટે ૨૧૫૮ ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. શાળા કોલેજ, હોટલ, હાસ્પિટલ, બાંધકામ સાઈટ સહિત કુલ ૪૮૭ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મચ્છરોની ઉત્પતિ સબબ ૬૯ આસામીઓને દંડ ફટકારવામાં આવ્યો છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૧૮ રેકડ, ૧૬ દુકાનો ૧૪ ડેરીફાર્મ, ૧૫ હોટલ રેસ્ટોરન્ટ અને અન્ય ૧૯ સ્થળો સહિત કુલ ૯૫ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત ૨૦૩ કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરી ૧૯ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.