ખેડૂતોએ મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ખાતે જરૂરી આધાર પુરાવાઓ સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીની પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચુક્યો છે. ખેડૂતે ચણાનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી, માર્કેટિંગ યાર્ડ શોપ નં. એ-૪માં જરૂરી આધાર પુરાવાઓ સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું રહશે.
મોરબી જિલ્લામા ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાં માટે સરકાર દ્વારા એજન્સી તરીકે મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની નિમણૂક કરી છે.ખેડૂતે ચણાનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી, માર્કેટિંગ યાર્ડ શોપ નં. એ-૪માં જરૂરી આધાર પુરાવાઓ જેમકે ૭-૧૨-૮ અ ઓરીજનલ, વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો, આધાર કાર્ડની નકલ, બેંકની પાસબુકની નકલ અને કેન્સલ ચેક સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમ મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની યાદીમાં જણાવાયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com