રાજકોટ શહેર ભાજપાના કોષાઘ્યક્ષ અનીલભાઇ પારેખના સુપુત્ર રીતેશનું દુ:ખદ અવસાન થયેલ છે. આ દુ:ખદ સમાચાર મળતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે રાજકોટ ખાતે તેમના શકિતનગરમાં આવેલ નિવાસસ્થાને ગયા હતા. મુખ્યમંત્રીએ પરિવારના મોભી અનીલભાઇ અને પરિવારના સભ્યોને મળીને ઉંડા દુ:ખની લાગણી વ્યકત કરીને સાંત્વના પાઠવી હતી.
મુખ્યમંત્રી સાથે મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા વગેરે સાથે રહ્યા હતા.