ટેન્કર દ્વારા પાણી ન અપાતા માધાપરના રાધાનગર વિસ્તારની મહિલાનું ટોળુ કલેકટર કચેરીએ દોડી આવ્યું
શહેરના છેવાડાના વિસ્તારમાં રૂડા દ્વારા ટેન્કર મારફતે કરાતા પાણી વિતરણમાં લાલીયાવાળી ચલાવી માધાપરના રાધાપાર્ક સહિતના વિસ્તારોમાં પાણી આપવામાં ન આવતું હોવાી આજે રોષે ભરાયેલી મહિલાનું ટોળુ જિલ્લા કલેકટર કચેરી ખાતે દોડી આવ્યું હતું. જો કે, જિલ્લા કલેકટર કે અધિક નિવાસી કલેકટર હાજર ન હોય, બહેનોએ ચિટનીસ સમક્ષ રજૂઆત કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ હાલ રાજકોટ શહેરના છેવાડાના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની કારમી કટોકટી સર્જાઈ છે ત્યારે રૂડા દ્વારા ટેન્કર મારફતે માધાપર, ઘંટેશ્ર્વર, નવાગામ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવ રહ્યું છે પરંતુ રૂડાના કેટલાક કર્મચારીઓ વ્હાલા-દવલાની નીતિ અપનાવી ચોક્કસ સોસાયટીમાં પાણી ન આપતું હોવાની ફરિયાદ સો આજે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ માધાપર સર્વે નંબરની રાધાપાર્ક અને જલાસાંઈ બંગલા સામેના વિસ્તારની બહેનો કલેકટર કચેરી ખાતે દોડી આવી અમોને પાણી આપવામાં ન આવતું હોવાની ફરિયાદ કરી હતી.
વધુમાં ચિટનીસ સમક્ષ રજૂઆત કરતા માધાપર વિસ્તારની બહેનોએ કહ્યું હતું કે, ટેન્કર તો આવે છે પરંતુ રૂડાના કેટલાક કર્મચારીઓ જાણી જોઈ અમારા વિસ્તારને પાણી આપતા નથી. અને કલેકટર તો શું મુખ્યમંત્રીને પણ રજૂઆત કરશો તો તમારા વિસ્તારને પાણી નહીં મળે તેવું જણાવી તમે લોકો ઝઘડા કરો છો, ટેન્કર નહીં આવે તેવા જવાબ આપતા હોવાનું પણ રજૂઆતમાં જણાવતા ચિટનીસ કક્ષાએી તાકીદે તપાસ કરી યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,