ઉજ્જવલા યોજના અંતર્ગત ૨૧ મહિલાઓને ગેસ કિટનું વિતરણ કરાયું – પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧૦ લાર્ભાીઓને ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગ્રામીણ જનતાને પહોંચાડવાના ઉદ્દેશી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાી શરૂ કરવામાં આવેલા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત અહીં લોધિકા તાલુકાના પારડી ગામે એલપીજી પંચાયતનો કાર્યક્રમ યોજાયો હતો અને ઉજ્જવલા યોજના અંતર્ગત ૨૧ મહિલાઓને ગેસ કિટ આપવામાં આવી હતી. જ્યારે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧૦ લાર્ભાીઓને ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્તિ વિધાયક ગોવિંદભાઇ પટેલે કહ્યું કે આવાસ વિહોણા ગરીબોની આ સરકાર હામી બની છે.
ઉક્ત સંદર્ભમાં પટેલે ઉમેર્યું કે કોઇ પરિવારનો મોભી પેટિયું રળતો હોય ત્યારે તેમને સ્વપ્નેય ખ્યાલ ન હોય કે તેમના ઘરનું ઘર બનશે. કારણ કે, આવા અનેક પરિવારો છે જે રોજનું કમાય છે અને રોજનું ખાય છે. ઝૂંપડામાં રહેતા આ પરિવારને અનેક પ્રકારની મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે. આકરો તાપ, કડકડતી ઠંડીઅને ચોમાસાના પાણીની તકલીફ વચ્ચે ઝૂંપડામાં વસવાટ કરવો પડે છે.
આ પરિવારોની સરકારે દરકાર લીધી છે અને આવાસ બનાવી આપવાનું શરૂ કર્યું છે. ગરીબ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. એક લાખને વીસ હજારની સહાય આપવામાં આવે છે. જેી પોતાના ઘરના ઘરનું નિર્માણ કરી શકે. વળી, તેમાં વિશેષ સુવિધા ઉભી કરવી હોય તો રૂ. ૮૦ હજાર સુધીની લોન પ્રાપ્ત કરાવવામાં મદદ કરવામાં આવે છે. આ ગરીબ પરિવારો સારા, પાકા મકાનમાં રહી શકે, પોતાના બાળકોને સારો અભ્યાસ કરવી શકેતેવા શુભાશયી આ યોજના શરૂ કરવામાં આવી છે. જેનાી અનેક ગરીબ પરિવારો લાભાન્વિત યા છે.
પૂર્વ રાજ્ય મંત્રી પટેલે વધુમાં જણાવ્યું કે આઝાદી બાદ કોઇ સરકારે આ ગરીબોના કલ્યાણ અંગે વિસ્તૃત વિચાર્યું નહોતું. પણ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દૃઢ ઇચ્છાશક્તિ અને છેવાડાના માનવી પ્રત્યેની તેમની સંવેદનાના પરિણામે આજે અનેક પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. કારણ કે, નરેન્દ્રભાઇ પોતે પણ આવી મુશ્કેલીઓમાંથી પસાર યા છે. જેી ગરીબોની સ્થીતી તેઓ સારી રીતે વાકેફ છે.
ઉજ્જવલા યોજનાને ટાંકતા ધારાસભ્યશ્રીએ કહ્યું કે પહેલા ગામડામાં કોઇ પરિવારની માતા-બહેન ચૂલે રસોઇ કામ કરે એટલે તેમને પારવાર તકલીફો પડતી હતી. ચૂલામાં અગ્નિ પ્રગટાવવા માટે ધૂમાડાનો સામનો કરવો પડતો હતો. ધૂમાડાના કારણે આંખોમાં બળતરા થાય અને આરોગ્યની દ્રષ્ટિએ ફેંફસામાં અસર પહોંચે. આ બાબતને ધ્યાને રાખીને નરેન્દ્રભાઇએ ઉજ્જવલા યોજનાનો આરંભ કર્યો છે. ગરીબ પરિવારોની મહિલાને ગેસ કનેકશન આપવામાં આવે છે. મહિલાઓને સન્માન અપાવાયું છે. હવે, ગરીબ પરિવારની મહિલાઓ પણ ગેસ ઉપર રસોઇ કાર્ય કરે એટલે તેનો સમય પણ બચશે, આરોગ્ય પણ જળવાશે.
શ્રી પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારે પ્રમ કાર્ય સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ અભિયાનમાં સૌ કોઇને જોડવામાં આવ્યા. ત્યારે, આપણી પણ ફરજ બને છે કે આપણે આપણુંઘર, આંગણુ, અને ગામ સ્વચ્છ રાખીએ અને ગંદકી ના ફેલાવીએ. કારણ કે, ગંદકી અનેક રોગોનું કારણ બને છે. સ્વચ્છતા હોય ત્યા આરોગ્ય પણ હોય છે. શૌચાલય નિર્માણ અંગેની પણ પટેલે ભૂમિકા આપી હતી. તેમણે આ સરકાર મહાત્મા ગાંધી, પંડિત દીનદયાળ અને રામમનોહર લોહિયાના લોકકલ્યાણના વિચારોના સુભગ સંયોજન સો ચાલી રહી હોવાનું કહ્યું છે.
જિલ્લા પુરવઠા અધિકારી યોગેશ જોશીએ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઉપસ્તિોને અપીલ કરી હતી. મહાનુભાવોના હસ્તે ઉજ્જવલા યોજનાની ગેસ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે ગેસ વપરાશ અને સુરક્ષાની બાબતો અંગેની સમજણ આપવામાં આવી હતી. આ વેળાએ ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, સરપંચ નિલેશભાઇ ઘરડુશિયા, અગ્રણી અશોકભાઇ ભૂવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ખરેડી, મામલતદાર મોરડિયા, ટીડીઓ ત્રિવેદીસહિત ગ્રામજનો ઉપસ્તિ રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com