ભારે રસાકસી વચ્ચે યોજાશે ડીન અધરધેન ડીનની ચૂંટણી: ૧૩ મેએ સિન્ડીકેટની ચુંટણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રતિષ્ઠા ભર્યા જંગ સમાન ૧૩ ફેકલ્ટીની ચૂટણી આગામી ૧૦ થી ૧૬ મે દરમિયાન યોજાનાર છે. જેમાં ડીન અને અધરધેન ડીન બનવા ભારે રસાકસી ભર્યા જંગ ખેલાશે શિક્ષણ જગતના રાજકીય પંડીતોએ મલાઇદાર પદ મેળવવા માટે પોતાના પાસા ગોઠવવાનું શરુ કરી દીધું છે.
સૌરાષ્ટ્ર યુનિવસીટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર ડો. રમેશ પરમારે અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ૧૦ ફેકલ્ટીની ચુંટણીની તારીખ જાહેર થઇ ચુકી છે. જેમાં ૬ ફેકલ્ટીના ડીન અધરધેન ડીનની ચુંટણી આગામી ૧૦ અને ૧૬ મેના વચ્ચે યોજવાનું નકકી કરવામાં આવ્યું છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આર્ટસમાં ૫૮, શિક્ષણમાં ૨૮, સાયન્સમાં ૩૩, કોમર્સમાં ૨૬, કાયદામાં ૧૪,મેડીસીનમાં ર૪, ગ્રામ્ય વિધાશાખામાં ૧૦, હોમ સાયન્સમાં ૧૧, હોમિયોપેથીકમાં ૩, આકીટેકચરમાં પ, બિઝનેક મેનેજમેન્ટમાં ૧૩ પફોમીગ આર્ટસમાઁ ૭ અને ફાર્મસી વિધાશાખામાં ૩ સહીત કુલ ર૩૫ ઉમેદવારો સૌરાષ્ટ્ર યુનિવસીટીની ૧૩ ફેકલ્ટીઓમાં મતદાન કરશે. આ ચુંટણીમાં દરેક ફેકલ્ટીના બે પ્રતિનિધ તેમજ સરકાર નિયુકત ૧ર સભ્યો, ત્રણ ધારાસભ્ય, ૧ નગરપાલિકાના પ્રમુખ તેમજ ૧ કોર્પોરેટર મતદાન કરશે.
વધુમાં તેઓએ ઉમેર્યુ હતું કે, ૧૦ મે ના ગ્રામ્ય વિધાશાખા, બીઝનેસ મેનેજમેન્ટ અને ફાર્મસી વિધાશાખાની ચુંટણી યોજાશે. જયારે ૧પ મેના સાયન્સ હોમસાયન્સ, આર્કીકેટચર અને પરફોર્મિગ આર્ટસની ચુંટણી અને ૧૬ મેના વાણિજય શિક્ષણ અને હોમિયોપેથી ફેકલ્ટીની ચુંટણી યોજાશે. ૧૩ મે ના સિન્ડીકેટની ચુંટણીમાં કુલપતિ ઉપરાંત પ જનરલ (કોલેજના હેડ, પ્રીન્સીપાલ કે શિક્ષણ ન હોવા જોઇએ.) ર કોલેજના પ્રિન્સીપાલ, ૧ કોલેજના શિક્ષક, ૧ કોલેજના હેડ, ર એકેડમીક કાઉન્સીલના સભ્યો અને ૪ સરકાર નિયુકત સભ્યોની નિમણુંક કરશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com