ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મ જયંતિ ઉજવપી અંતર્ગત જુનાગઢ જીલ્લાના કેશોદના વણકર વાસમાં જનસમાજ, જ્ઞાતિ સમાજ અને જાગૃતોમાં અંધશ્રઘ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વ્હેમ, અંધશ્રઘ્ધા, ચમત્કારો, કુરિવાજો, વ્યસનો, પરંપરાઓ, રુઢીગત માન્યતાઓને જાકારો આપવા માટેની વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી.
કાર્યક્રમનું ઉદધાટન સમાજ સુધારક જ્ઞાતિના આગેવાન બાબુભાઇ રાવલીયાના હસ્તે કરી મેધવાળ પંચ સેવા સંઘની પ્રવૃતિઓની ઝાંખી કરાવી હતી. કુરિવાજો, વ્યસનોને તિલાંજલી આપી ભાવી પેઢીને શિક્ષણ વધુમાં વધુ આપવા અપીલ કરી હતી.
જ્ઞાતિ સમાજના તેજસ્વી વિઘાર્થીઓને ઇનામ સાથે પ્રોત્સાહીત કરવા માટે સંઘના વિપુલભાઇ પરમાર, માધવજીભાઇ રાવલીયા, જયદીપ પરમાર, અભિષેક રાવલીયા, રોહન રાવલીયા, વૈભવ રાવલીયા, હાર્દિક રાવલીયા, મંદીપ પરમાર, ચિરાગ પરમાર, હિતેષ ચુડાસમા, અજય રાવલીયા, તુષાર પરમાર સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com