મોબાઈલ એપ્લીકેશનથી ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે, ઓનલાઈન ટોલ ચુકવનારા માટે ઓટોમેટીક ગેટ ખુલ્લી જશે
ટોલનાકા પરની ભીડથી છુટકારો મેળવવા હવે ડિજિટલ સહારો બનશે. નેશનલ હાઈવે પર કમ્પ્યુટરોમાં ટોલ ચુકવણીના કેશ સિવાયના વિકલ્પો ટુંક સમયમાં જ દેખાશે. જો તમારો મોબાઈલ ફોન ક્રેડીટ કાર્ડ અથવા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલો હોય તો ટોલ ટેકસની ચુકવણી તમે ઓનલાઈન કરી શકશો. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા આ નવા નિર્ણય અંગે ટેસ્ટીંગ માટે અને બેંગ્લોર-ચેન્નઈ એમ ચાર હાઈવેનું ચયન કરવામાં આવ્યું છે. અમુક મહિનામાં જ ટોલ ટેકસ ચુકવવા માટે એનએચએઆઈ દ્વારા એપ્લીકેશન બનાવવામાં આવશે. તેથી ટોલ પેમેન્ટ મોબાઈલથી સરળ બનશે. તેમજ કમ્પ્યુટરમાં પણ એનએચએઆઈની એપ ડાઉનલોડ કરી શકાશે. વાહનની વિગત તેમજ રજીસ્ટ્રેશન પ્રક્રિયા બાદ ટોલ ટેકસ મોબાઈલ કે કમ્પ્યુટરથી જ ભરી શકાશે. જે ટોલ પ્લાઝાએ પહોંચતાની સાથે જ દર્શાવી શકાશે. આ સિસ્ટમથી વાહન તપાસી બાદમાં યોગ્ય ટોલ વસુલ કરવામાં આવશે. પ્રીસેટ પેમેન્ટ કોડથી રકમ આપોઆપ વસુલી શકાશે અને વાહનોને રોકયા વગર જ ટોલ ગેટ ખુલ્લી જશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com