ઘણી મહિલાઓને ઘણી વખત નખમાં લાગેલ નેઈલ પોલિશ દૂર કરવાની મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે ડ્રેસિંગ ટેબલ પર નેલ પોલિશ સાફ કરવા માટે પહોંચે પરંતુ તે સમયે જ રિમૂવરની બોટલ ખાલી મળે છે. આ સ્થિતિમાં પણ તમે તમારા ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુનો ઉપયોગ રિમૂવર તરીકે કરી શકો છો. આજે અમે તમને આવી 5 ઘરઘથ્થું વસ્તુઓની જાણકારી આપીશું જે તમને નેઈલ પોલિશ દૂર કરવામાં ઉપયોગમાં લઈ શકોશો…
ગરમ પાણી :
નેલ પોલિશથી છુટકારો મેળવવા માટે સૌથી સરળ રસ્તો છે ગરમ પાણી. એક વાટકીમાં ગરમ પાણી લેવું અને ત્યાર બાદ તમારા નખને તેમાં 10 મિનિટ સુધી ડુબાડી રાખો. ત્યાર બાદ કોટનથી નખ પર ઘરો એટલે નેલ પોલિશ નિકળી જશે.
નેઈલ પોલિશ :
શું તમને ખબર છે દરેક નેઈલ પોલિશમાં રિમૂવલના ગુણ હોય છે. જો તમારી પાસે નેઈલ પોલિશ રિમૂવર નથી તો તમે બીજી કોઈ નેઈલ પોલિશને જૂની નેઈલ પોલિશ પર લગાવીને તુરંત સાફ કરો. આવું કરવાથી જૂની નેઈલ પોલિશ દૂર થઈ જશે.
વિનેગર :
વિનેગરની મદદથી પણ તમે નેઈલ પોલિશ દૂર કરી શકો છો. જો તમારે ઝડપી રિઝલ્ટ જોઈતું હોય તો એક વાટકીમાં વિનેગર લઈ તેમાં લીબુંના કેટલાક ટીપાં ઉમેરો. ત્યાર બાદ તને મિક્સ કરી નેઈલ પોલિશ સાફ કરો.
આલ્કોહલ :
જો તમારા ઘરમાં આલ્કોહલ (દારૂ) છે તો તમે તેના ઉપયોગથી નેલ પોલિશ રિમૂવ કરી શકો છો. જેના માટે તમારે એક કોટન બોલ લઈ તેને આલ્કોહોલમાં ડુબાવી લો. ત્યાર બાદ તેની મદદથી તમે ધીરે ધીરે નખ પર ઘસો. આમ કરવાથી નેઈલ પોલિશ સાફ થઈ જશે.
ટૂથપેસ્ટ :
આ સાંભળવામાં થોડું અલગ લાગશે. પરંતુ ટૂથપેસ્ટની મદદથી પણ તમે નેઈલ પોલિશ રિમૂવ કરી શકો છો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com