સુપ્રિમ કોર્ટની વેબસાઇટ હેક થઇ છે. આ મુદ્દે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્રાઝીલનાં કોઇ હેકર ગ્રુપે આ વેબસાઇટને હેક કરેલ છે. જો કે થોડાંક સમય બાદમાં તુરંત વેબસાઇટ ડાઉન પણ થઇ ગઇ. જ્યારે વેબસાઇટ હેક થઇ ગઇ ત્યારે આનાં પેજ પર હાઇટેક બ્રાઝિલ હૈકટીમ લખેલ દેખાઇ રહ્યું હતું.
આ સમાચાર આવ્યા બાદ સોશિયલ મીડિયામાં પણ લોકો આનાં વિશે વાતો કરતા થઇ ગયાં. SCની વેબસાઇટ હેક થવાંથી વધારે ઉથલપાથલ પણ મચી ગઇ. દરેક લોકો એ બાબત વિશે જાણવા માંગી રહ્યાં હતાં અને આને લઇને સોશિયલ મીડિયામાં પોતાની વાતને લોકો રજૂ કરી રહ્યાં હતાં.
આ પહેલા 6 એપ્રિલનાં રોજ રક્ષા મંત્રાલયની વેબસાઇટ પણ હેક થઇ ગઇ હતી. જો કે બાદમાં એવું સામે આવ્યું કે કેટલીક ટેક્નિકલ ખામીઓને લઇને વેબસાઇટ ડાઉન થઇ ગઇ હતી. આને હેક કરવામાં નથી આવી. આ પહેલાં પણ 15 માર્ચનાં રોજ દેશની સરકારી એરલાયન્સ એર ઇન્ડીયાનું પણ ટ્વિટર હેન્ડલ હેક થવા મામલે સામે આવ્યો હતો. ટર્કિશ હેકર્સે એર ઇન્ડીયાનાં ટ્વિટર હેન્ડલને હેક કરી લીધી હતી. જેનાં બાદ એકાઉન્ટ પર ફોટો અને ખોટી રીતે ટ્વિટ પોસ્ટ કરવામાં આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com