સુરક્ષા ગૃહ દારુની મહેફીલ અને સગીર પર સૃષ્ટિ વિરુઘ્ધના કૃત્યનો અડ્ડો બન્યાં: નબળી સિકયુરીટીનો જીલ્લા સુરક્ષા અધિકારીનો એકરાર: પડધરીના કેરાળામાં બાળ લગ્ન અટકાવ્યા
ગોંડલ રોડ પર આવેલા ઓબ્જઝેવશન હોમમાં મહેફીલ યોજવી અને નાની ઉમરના આરોપીઓને મારકુટ કરી તેના પર સૃષ્ટિ વિરુઘ્ધનું કૃત્ય આચરતા નામચીન રાજા ઉર્ફે રાજપાલસિંહ જાડેજાની લુખ્ખાગીરી અંગે સુરક્ષા વિભાગની નબળી સુરક્ષા વ્યવસ્થા હોવાનો જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલાએ અબતક સમક્ષ એકરાર કર્યો હતો અને પડધરી પાસેના કેરાળા ખાતે બાળ લગ્ન અટકાવ્યાનું જણાવ્યું હતું કેરાળા ખાતે યોજાયેલા લગ્નમાં વરરાજો સગીર હતો અને ક્ધયા યુકત હોવાનું બહાર આવ્યું છે.
જીલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા એક બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના કિસ્સામાં બનતી બાબત કરતા ઉલ્ટી ગંગા જેવો કિસ્સો સામે આવ્યો હતો. સામાન્ય રીતે બાળ લગ્નોના કિસ્સામાં ક્ધયાની ઉંમર સગીર હોય છે. અથવા વર-ક્ધયા બન્નેની ઉંમર સગીર વયની હોય છે પણ આજે અટકાવાયેલા બાળ લગ્નમાં સગીર વયનો તરુણ અને વયસ્ક ક્ધયાના લગ્ન થવા જઇ રહ્યા હતા.
બાળલગ્ન પ્રતિબંધક અધિકારી રાજકોટને મળેલી ફરીયાદ અન્વયે પડધરી નજીકના કેરાળા રહીશ શૈલેશભાઇ મોહનભાઇ વેકરીયાના પુત્ર દિવ્યેશ (ઉ.વ.૨૦ વર્ષ ૬ માસ)લગ્ન પડધરી તાલુકાના ઝીલરીયા ગામના દેવજીભાઇ લાલાજીભાઇ બુસાની પુત્રી સગુણા (ઉ.વ.ર૯) સાથે થવા જઇ રહ્યા હતા. યુવતિ પુખ્ત હોય પરંતુ સગીર વયના યુવક સાથે લગ્ન થતા હોવાથી જીલ્લા સમાજ સુરક્ષા વિભાગની ટીમ સ્થળ ઉપર જઇ ઉંમરની ખરાઇ કરતા મળેલી ફરીયાદમાં તથ્ય હોવાનું જણાતા આ લગ્ન અટકાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી સગીર યુવકને જીલ્લા સમાજ સુરક્ષા કચેરીએ લઇ આવી એક દિવસનાં અટકાયતી પગલા ભર્યા હતા.
યુવકની માતાનું મૃત્યુ થઇ ચુકયું હોવાથી ઘર સંભાળનાર સ્ત્રી પાત્રની આવશ્યકતાને સંદર્ભે આ ઘડીયા લગ્ન લેવાયા હોવાનું શૈલેષ વેકરીયાએ જણાવ્યું હતું.
અમુક જ્ઞાતિ સમાજમાં પુરુષ કરતા સ્ત્રીઓ રેસીયો ઓછો હોવાથી પરણવા લાયક યુવકોને ક્ધયા મળતી નથી. ત્યારે આ બનાવમાં પણ આવી પરિસ્થિતિને કારણે સગીર વયના યુવાન સાથે એનાથી મોટી ઉમરની યુવતિ સાથે લગ્ન કરવાની મજબુરી પણ યુવકના પિતાએ વ્યકત કરી હતી.
જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજકોટનાં કનકસિંહ ઝાલાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં એક બાબત વિશે ઘટસ્ફોટ કર્યો હતો. પાછલા થોડા દિવસોમાં રાજકોટ જીલ્લા સમાજ સુરક્ષાના સીધી દેખરેખ હેઠળ ચાલતા બાળ સુધારણા ગૃહ કે જયાં સગીર વયના આરોપીઓને રાખવામાં આવે છે ત્યાંથી સગીર વયના આરોપીઓ સિકયુરીટીની ઓછી ચુસ્તતાને કારણે નાસી જાય છે તેમ જ બાળ સુધારણા ગૃહમાંથી નશીલા પદાર્થો, દારુની બોટલો જેવી ગેરકાનુની વસ્તુઓ ઝડપાય છે. ત્યારે એની જવાબદારી સ્વીકારવા કોઇ આગળ કેમ નથી આવતું એવા અબતકના સવાલનો જવાબમાં કનકસિંહ ઝાલાએ એ જયુડીશીયલ મેટર છે તેમ કહી પોતાની જવાબદારી થી હાથ ખંખેરી નાંખ્યા હતા બાળ સંરક્ષણ ગૃહમાં જ કોર્ટ બેસતી હોવાથી હું આ અંગે વધુ સ્પષ્ટતા કરી શકુ એમ નથી.
એમ જણાવી કનકસિંહે પોતાની જવાબદારી માંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.
બીજો સનસનીખેજ ખુલાસો કરતા સમાજ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે રાજા નામનો આરોપી હકીકતમાં બાળ આરોપીની વ્યાખ્યામાં આવતો ન હોવા છતાં એને ત્યાં રાખવામાં આવ્યો હતો. અપરાધીક માનસિકતા ધરાવતો પુખ્ત આરોપી હોવાથી અન્ય બાળ આરોપી સાથે એને રાખવાથી અન્ય બાળ આરોપીની માનસીકતાને એ પુખ્ અપરાધી પ્રભાવીત કરતો હોવાની જાણકારી હોવા છતાં ત્યાં રાખવાનું કારણ પુછતા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહે એવો પાંગળો બચાવ કર્યો હતો કે ગુન્હો કરતા સમયે આરોપી સગીર હોય અને એને કસ્ટડીમાં રાખવા દરમ્યાન જો એ પુખ્ત થઇ જાય તો મહેસાણા ખાતે સેફટી હોમમાં ખસેડવામાં આવે છે.
આરોપી રાજાના કેસમાં આ અંગેની કાનુની પ્રક્રિયા ચાલુ હોવાનો કનકસિંહે દાવો કર્યો હતો. અઢાર વર્ષની ઉંમરથી ર૧-રર વર્ષ સુધી સેફટી હોમ મહેસાણા ખાતે રાખ્યા પછી પણ જો કાયદાકીય રીતે આરોપીનો કબજો જાળવી રાખવાનો હોય તો ર૧-રર વર્ષ બાદ આરોપીને જેલમાં મોકલી આપવામાં આવે છે.
ઉપરોકત કિસ્સામાં આ પ્રક્રિયામાં વિલંબ કેમ થયે એ બાબતે અધિકારી ખુલાસો કરી શકતા ન હતા ત્યારે આવા આરોપીઓને કોનું સંરક્ષણ અને શા માટે તે સવાલ અન ઉત્તર રહ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com