આઈપીએલ-૧૧માં સતત બે જીત મેળવ્યા બાદ રાજસ્થાન રોયલ્સ ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે અને ટીમની નજર આજે પોતાના મેદાન પર કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે ત્યારે તેની નજર વિજયી હેટ્રિક લગાવવા પર રહેશે. રાજસ્થાન રોયલ્સને પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કારમી હાર મળી હતી. તે પછી ટીમે વાપસી કરતાં દિલ્હી ડેરડેવિલ્સ સામે ૧૦ રને અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ સામે ૧૯ રને વિજય મેળવ્યો હતો. આરસીબી સામે જીતનો હીરો સંજુ સેમસન રહ્યો હતો જેણે ૪૫ બોલમાં ૯૨ રન બનાવ્યા હતા અને ટીમને ફરી એક વખત તેની પાસે સારા પ્રદર્શનની આશા રહેશે.
આ ઉપરાંત રહાણે, ડાર્શી શોર્ટ, બટલર અને રાહુલ ત્રિપાઠી સામેલ છે જે કોલકાતા માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. જોકે, કોલકાતા પાસે મજબૂત બોલિંગ આક્રમણ છે જેને કારણે રાજસ્થાનના બેટ્સમેનો માટે કોલકાતા સામે જીત મેળવવી આસાન નહીં રહે. રાજસ્થાન રોયલ્સ પાસે ઉનડકટ, સ્ટોક્સ, ધવલ કુલકર્ણી જેવા ઝડપી બોલરો છે પરંતુ તેમની સામે ટોપ ઓર્ડરમાં ક્રિસ લિન, સુનીલ નારાયણ બાદ મિડલ ઓર્ડરમાં દિનેશ કાર્તિક, રોબિન ઉથપ્પા, નીતીશ રાણા અને આન્દ્રે રસેલ જેવા હાર્ડ હિટર છે જે ઊંચો સ્કોર કરવામાં સક્ષમ છે.જે રીતે રાજસ્થાન રોયલ્સે આઈપીએલમાં વાપસી કરી છે તે બેમિશાલ છે અને જો તેઓ કલકત્તા નાઈટ રાઇડર્સને હરવામાં સફળ થશે તો રાજસ્થાન રોયલ્સ માટે આ જીત બહુ મોટી અને નિર્ણાયક સાબિત થશે દરમિયાન કલકત્તા નાઈટ રાઈડર્સ ફરી એક વખત રસેલ પર આધારિત છે પણ જયદેવ ઉનડકટ તેમની સામે શું પ્લાન કરે છે તે જોવાનું રહ્યું
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com