પશ્ર્ચિમ બંગાળમાં ૯૮ કિમી પ્રતિ કલાકની હવાની ગતિ સાથે વાવાઝોડુ આવતા ૧૩ લોકોના મોત થયા અને અનેક ઘાયલ થયા હતા. મૃત્યાંકમાં હજુ પણ વધારો થવાની શંકા છે. વાવાઝોડાને કારણે વાહન પરિવહન પણ ખોરવાયું હતું. કોલકાતામાં પાંચના મોત અને બન્કુરા જિલ્લામાં બેના મોત નોંધાયા હતા. ગઈકાલે ૭ ને ૪૦ મિનિટે વાવાઝોડુ આવતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને ગાડીઓ વાહનોને પણ નુકસાન થયું હતું.
અનેક સ્થળોએ ખુલ્લા ઈલેકટ્રીક તારોમાં શોર્ટ સર્કિટ પણ થયા હતા. વાવાઝોડા દરમિયાન શહેરના હૃદય સમાન ન્યુ માર્કેટ પોલીસ સ્ટેશનમાં શોર્ટ સર્કિટ થયું હતું. લોકો ઘરોની બહાર ભાગી રહ્યા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે મેટ્રો અને રેલ સુવિધા પણ ખોરવાઈ હતી. બે કલાક સુધી મેટ્રો ટ્રેન બંધ રહી હતી. પૂર્વ તેમજ રેલવેના સુત્રોના જણાવ્યા પ્રમાણે સેલડાહ અને હારાહ ડિવીઝનની ટ્રેનોને વાવાઝોડાની અસર વધુ થઈ હતી. જોકે રેલવે સ્ટેશને કોઈનું પણ મૃત્યુ થઈ નથી. જોકે તીવ્ર હવાને કારણે વિમાન સેવાઓને પણ અસર થતા ફલાઈટોના સમયમાં ફેરફારો થતા મુસાફરો હેરાન થયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,