જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સામૂહિક બળાત્કાર બાદ સુરતમાં ૧૧ વર્ષની બાળકી સાથે આચરાયેલા જઘન્ય કૃત્ય પર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ફરઅી એક વખત આક્રોશ વ્યક્ત કર્યો છે. પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આક્રોશ દર્શાવતાં સાનિયા મિર્ઝાએ લખ્યું, ખરેખર? એટલેકે આ લોકોને ક્યાં પરેશાની છે? આ અંગે ચર્ચા થવી જોઈએ અને હવે બંધ કરો.જે નરાધમો આપણા બાળકોની સાથે હેવાનિયતભર્યુ કૃત્ય આચરે તેવા નરાધમોને ફાંસી પર લટકાવી દેવા જોઈએ. અહીં જણાવવાનું કે, આ અગાઉ કઠુઆ ગેંગરેપ મામલે સાનિયા મિર્ઝાએ લખ્યું હતું, શું આ એ જ દેશ છે, જેના માટે આપણે ઓળખાવીએ છીએ. જો આપણે ૮ વર્ષની બાળકી માટે ઉભા થઇ શકતા ના હોય તો આપણે કોઈ પણ વસ્તુ માટે ઉભો થવાનો અધિકાર નથી. માનવતા માટે પણ ઉભો થવાનો અધિકાર નથી.
જે રીતે આ પ્રકારની બહાર આવી રહી છે તેનાથી દેશની તમામ મહિલા અને સભ્ય સમાજ પણ વ્યથિત છે ત્યારે સાનિયા અને સૌ ઈચ્છી રહ્યા છે કે નરાધમોને દોષિત ઠેરવીને આકરી સજા કરે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com