આઈઆઈટી ખડગપુરના શોધ-સંશોધનમાં બહાર આવ્યું સત્ય

છેલ્લા ૫૦૦૦ વર્ષમાં ચોમાસાની સ્થિતિ અંગે ખડગપુર આઈઆઈટી દ્વારા હાથ ધરવામાં આવેલા શોધ-સંશોધનમાં ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિ નેસ્ત નાબૂદ થવા પાછળ સતત ૯૦૦ વર્ષ સુધી પડેલા દુષ્કાળને જવાબદાર ગણાવવામાં આવ્યો છે. જેના નકકર પૂરાવાઓ પણ શોધકર્તાઓને હાથ લાગ્યા છે.

પ્રતિનિષ્ઠત આંતરરાષ્ટ્રીય જર્નલ એલ્સવીયરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આઈઆઈટી ખડગપુરનાં શોધકર્તાઓ દ્વારા ૨૩૫૦ બીબીથી ૧૪૫૦ બીબી એટલે કે ૪૩૫૦ વર્ષ પૂર્વે સુધીનાં ૫૦૦૦ વર્ષનાં સમયગાળા દરમિયાન ચોમાસાની સ્થિતિ અંગે હાથ ધરવામાં આવેલા સંશોધનમાં ચોકાવનારા તારણો જાણવા મળ્યા હતા. શોધકર્તા ટીમના અગ્રણી પ્રોફેસર અનીલકુમાર ગુપ્તાએ જણાવ્યું હતુ કે ચોમાસાની ચાલ અંગે કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મલ્યું છે કે ભારતની સૌથી પુરાતન સિંધુ ખીણની સંસ્કૃતિનો નાશ થવા પાછળ ૯૦૦ વર્ષનો લાંબો દુષ્કાળ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. એ સમયમાં વરસાદી વાદળો ઉતર પશ્ર્ચિમ હિમાચલમાં સ્થિર બની જતા સિંધુ ખીણ તરફ પાણી વરસતું નહતુ અને તમામ નદી નાળાઓ સુકાભઠ્ઠ બન્યા હતા.

વધુમાં આઈ.આઈ.ટી. ખડગપુરની શોધકર્તા ટીમે પોતાના અભ્યાસમાં જણાવ્યું છે કે સતત ૯૦૦ વર્ષનાં લાંબા દુષ્કાળને કારણે સિંધુ ખીણમાં વસવાટ કરતા લોકો ધીમેધીમે પાણીની શોધમાં ગંગા, યમુનાની ખીણ પ્રદે ઉપરાંત પૂર્વ અને મધ્ય ઉતરપ્રદેશ, બિહાર, પૂર્વાતર બંગાળ, દક્ષિણ વિદ્યાચલ અને દક્ષિણ ગુજરાત તરફ આવી વસવાટ કર્યો હતો. અને આવીને સિંધુ સંસ્કૃતિનો નાશ દુષ્કાળનાં કારણે થયો હોવાનાં પૂરાવા પણ રજુ કર્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.