ચોમાસુ સત્ર દરમિયાન સરકાર એટ્રોસીટીના કાયદા મુદ્દે વટહુકમ લાવશે

એટ્રોસીટીના કેસમાં તુરંત ધરપકડ ન કરવા મુદ્દે વડી અદાલતે આપેલા ચુકાદા સામે કેન્દ્ર સરકાર વટહુકમ લાવે તેવી શકયતા છે. સરકાર આ મુદ્દે વિવિધ વિકલ્પો તપાસી રહી છે.

થોડા સમય પહેલા વડી અદાલતે એટ્રોસીટીના કેસમાં તાત્કાલીક ધરપકડ ન કરવા અંગેનો ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ ચુકાદા મુદ્દે દેશભરમાં ઉગ્ર દેખાવો થયા હતા. તા.૨ એપ્રીલના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તેમાં અનેક હિંસક દેખાવો થયા હતા.

આગામી જુલાઈ માસમાં ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર આ મુદ્દે વટહુકમ લઈ આવે તેવી ધારણા છે. જો સરકાર વટહુકમ લઈ આવશે તો તેને પાર્લામેન્ટમાં પારીત કરવું પડશે. અગાઉના મૂળ કાયદાઓને ફરીથી અમલમાં મુકાવવા સરકારને બે તબકકામાંથી પસાર થવું પડશે. જો કે, ચૂકાદા અંગે ફેલાયેલો રોષ થોડા સમય માટે આ પગલાના કારણે શાંત પડી જશે.

તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, એટ્રોસીટી એકટને કયારેય નબળો પડવા દેવાશે નહીં. હાલ તો સરકાર દ્વારા સુપ્રીમમાં ચુકાદાની સમીક્ષા મુદ્દે થયેલી અરજી ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. જો કે, સમીક્ષાની અરજીથી આ વિવાદનો તુરંત અંત આવશે નહીં તે ધ્યાને રાખી સરકાર વટહુકમ લાલવવાની તૈયારી કરી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.