કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતે 26 ગોલ્ડ મેડલ સહિત 66 (20 સિલ્વર, 20 બ્રોન્ઝ) મેડલ જીત્યા છે. ગોલ્ડ કોસ્ટમાં ભારત ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પછી ત્રીજા સ્થાન પર છે, અહીંયા ભારતે 15 ગેમ્સમાં ભાગ લીધો અને 9 ગેમ્સમાં મેડલ જીત્યા. ભારતે (26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ) મેડલ મેળવ્યા. ભારતે કોમનવેલ્થમાં 2010માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેમાં 38 ગોલ્ડ મેડલ સાથે 101 મેડલ જીત્યા હતા. જ્યારે વર્ષ 2002માં માન્ચેસ્ટરમાં યોજાયેલા કોમનવેલ્થમાં 30 ગોલ્ડ મેડલ સાથે કુલ 69 મેડલ્સ જીત્યા હતા.
ગોલ્ડ કોસ્ટમાં ભારતે કુલ 66 મેડ્લ્સ પોતાના નામે કર્યા
- નિશાનેબાજી : 7 ગોલ્ડ, 4 સિલ્વર, 5 બ્રૉન્ઝ, કુલ : 16
- કુશ્તી : 5 ગોલ્ડ, 3 સિલ્વર, 4 બ્રોન્ઝ, કુલ : 12
- વેઈટ લિફટીંગ : 5 ગોલ્ડ, 2 સિલ્વર, 2 બ્રૉન્ઝ, કુલ : 9
- બોક્સિંગ : 3 ગોલ્ડ, 3 સિલ્વર, 3 બ્રૉન્ઝ, કુલ : 9
- ટેબલ ટેનિસ : 3 ગોલ્ડ, 2 સિલ્વર, 3 બ્રૉન્ઝ કુલ : 8
- બેડમિન્ટન : 2 ગોલ્ડ, 3 સિલ્વર, 1 બ્રોન્ઝ કુલ : 6
- એથલેટિક્સ : 1 ગોલ્ડ, 1 સિલ્વર, 1 બ્રોન્ઝ કુલ : 3
- સ્ક્વોશ : 0 ગોલ્ડ, 2 સિલ્વર, 0 બ્રોન્ઝ કુલ : 2
- પેરા પાવરલિફ્ટિંગ : 0 ગોલ્ડ, 0 સિલ્વર, 1 બ્રોન્ઝ કુલ : 1
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com