હાલનાં ઝડપી ઇન્ટરનેટ અને આધૂનિક ટેકનોલેજીનાં યુગનો ગેરફાયદો ઉઠાવી અમુક ઇસમો ચોરી-છૂપી રીતે ક્રિકેટ મેચ પર જુગાર સટૃા બેટીંગ રમવા/રમાડવાનું ચલણ સમાજમાં દિન-પ્રતિદિન વધતું જતું હોય જેનાં કારણે અનેક કુટુંબો બરબાદ થતાં હોય, આવી ગેરકાયદેસર પ્રવૃતિ અંગે વારંવાર લેખિત/મૌખિક રજુઆતો મળતી હોય, આવી ગે.કા. પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા પોલીસ અધિક્ષકસાહેબએ સુચના તથા માર્ગદર્શન આપેલ.
આર.એલ.માવાણીસા.,નાયબ પોલીસ અધિક્ષક,સાવરકુંડલા નાઓનાં માર્ગર્શન હેઠળ ગઇ કાલે સાંજે અમરેલી એસ.ઓ.જી પો.સ.ઇ.શ્રી આર.કે. કરમટા તથા એસ.ઓ.જી.સ્ટાફ એ.ટી.એસ. ચાર્ટર કામગીરી સબબ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાનમા સાવરકુંડલા મહુવા રોડ ઉપર મેહુલભાઇ પ્રવિણભાઇ નગદીયા નાઓના ડેલામાં આઇ.પી.એલ.ક્રિકેટ ઉપર હારજીતનો સટ્ટો રમી રમાડી હારજીતનો જુગાર રમે છે તેવી બાતમીરાહે હકિકત મળતાં અને સા.કુ.ટાઉન ડી-સ્ટાફ પણ ટાઉનમાં પેટ્રોલીંગ ફરતાં હોય.
ટેલીફોનીક સંપર્ક સાધી બોલાવી લઇ ના.પો.અધિ. સા.કુ.વિભાગ,સા.કુ.નાઓથી વોરંટ મેળવી પંચો સાથેબાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં મોટો ડેલામાં એક કાચના દરવાજા વાળી ઓફીસમાં ત્રણ ઇસમો બેસેલતથા ટીવીમાં મેચ ચાલુ છે.તથા એક ઇસમ કાગળોમાં કાંઇક લખતો હોય તથા એક મોબાઇલમાંથી મેચના ભાવ બોલવાનો સતત અવાજ આવતો હોય, ટીવીમાં ક્રિગ્સ ઇલેવન પંજાબ V/S રોયલ ચેલેન્જવ બેંગલોરની મેચ ચાલુ છે.
હાજર મળેલ ઇસમો (૧)મેહુલભાઇ પ્રવિણભાઇ નગદીયા સદરહું જગ્યા પોતાની માલીકીની હોવાનું જણાવે છે.અને ક્રિકેટનો સટ્ટો રમવા દેવા માટે જગ્યા ભાડેથી આપેલાનું જણાવે છે. મજકુરની અંગ ઝડતીમાંથી મોબાઇલ-૧ કિમત રૂ.૮૦૦૦/-તથા રોકડા રૂ.૧૧૭૦/-મળી આવેલ (ર)ઇમરાન ઉર્ફે સેંન્ડો રજાકભાઇ હમદાણીની અંગ ઝડતીમાંથી મોબાઇલ-૧કિ.રૂ.૪૦૦૦/-તથા રોકડા રૂ.૨૦૭૦૦/- મળી આવેલ (૩)જાવેદભાઇ દાદુભાઇ ગૌરીની અંગ ઝડતીમાંથી મોબાઇલ-૧ કિ.રૂ.૮૦૦૦/- તથા રોકડા રૂ.૧૨૮૩૦/- મળી આવેલ તેમજ ઓફીસમાં સોફા ઉપર ત્રણ મોબાઇલ મળી આવેલ.
જે એક મોબાઇલની કિમંત-પ૦૦/- લેખે કૂલ રૂ. ૧,પ૦૦/-તેમજ કેલ્કયુલેટર-૧ કિ.રૂ.૫૦/- તેમજ સોફા ઉપરથી કુલ-૦૭ કાગળો અલગ-અલગ ભાવો લખેલ બે સાદી બોલપેન કિ.રૂ.૦૫/૦૦ તથા IGO કંપનીનું સીલ્વર કલરનું ૨૧ ઇચનું ટી.વી.જેની કિ.રૂ.૨૫૦૦/- તથા VIDEOD2H કંપનીનું રીસીવર સફેદ કલરનું રીમોટ તથા વિડીયોકોન કંપીનીની ડીસ સાથે કિ.રૂ.૨૦૦૦/-તેમજ સદરહું ઓફીસની બહાર બે મોટર સાયકલો મળી આવેલ જે બંન્ને મો.સા.ની કિ.અનુક્રમે રૂ.૩૮૦૦૦/- તથા કિ.રૂ.૩૨૦૦૦/- ગણી કબ્જે કરેલ.મજકુર ત્રણેય ઇસમનોની પુછપરછ કરતાં તેઓના ભાગીદાર તરીકે (૧) આરીફભાઇ અલારખભાઇ શેખ(૨) ઇમ્તીયાઝ અલારખ પઠાણવાળાઓ સરખા ભાગીદાર છે.
રૂ.૧,૩૦,૭૫૫/- ના મુદામાલ સાથે ટવેન્ટી-ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર પોતાના આર્થીક ફાયદા સારૂ જુગાર –રમી રમાડી રેઇડ દરમ્યાન ઉપરોકત-૩ ઇસમો પકડાઇ ગયેલ હોયતેમજ અન્ય-ર હાજર નહીં મળેલ ઇસમો ભાગીદાર હોવાનું જણાયેલ હોય, મજકૂર ઇસમો વિરૂધ્ઘ ધોરણસર થવા મારી જુગાર ધારા કલમ ૪,૫ મુજબની સા.કુ.ટાઉન પો.સ્ટે. ફરીયાદ આપેલ છે.
આ કામગીરી એસ.ઓ.જી પો.સ.ઇ.શ્રી આર.કે. કરમટા તથા એસ.ઓ.જી.સ્ટાફનાં એ.એસ.આઇ.શ્રી પ્રભાતભાઇ ગરૈયા,પ્રકાશભાઇ જોષી, હેડ કોન્સ.ભાષ્કારભાઇ નાંદવા,જે.ડી. પરમારતથા પો.કોન્સ.રાહુલભાઇ સાર્દુલભાઇ,દેવરાજભાઇ બીજલભાઇ,ગૌરવભાઇ પંડયા,ડાઇવર કેતનભાઇ ગરણીયા તથા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.નાં ડી-સ્ટાફ હેડ કોન્સ. હિંગરાજસિંહપ્રદયુમનસિંહગોહીલ,હેડ કોન્સ. સુભાષચંદ્ર સોંડાભાઇ ધોધારી તથાપો.કોન્સ.પિયુસભાઇ નટવરલાલ ઠાકરવિગેરેનાઓએ કરેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com