સામગ્રી:
1 કપ છીણેણું ચીઝ
1/4 કપ બટાકા
1/4 કપ છીણેલું પ્રોસેસ ચીઝ
2 ટી.સ્પૂન આદું-મરંચાની પેસ્ટ
ચપટી હળદળ પાવડર
1 ટી. સ્પૂન ધાણાજીરૂં
1 ટી.સ્પૂન લાલ મરચું
1 ટી.સ્પૂન સૂકો આમચૂર પાવડર
1/2 ટી.સ્પૂન ગરમ મસાલો
સ્વાદનુસાર મીઠું
1/2 કપ મેંદાનો લોટ
1/2 કપ પાણી
1 કપ વર્મીસિલી સેવ
રીત:
એક બાઉલમાં છીણેલુ ચીઝ, બાફેલા બટાકાની છીણ, છીણેલું પ્રોસેસ ચીઝ, આદું-મરચાંની પેસ્ટ, હળદર પાવડર, ધાણાજીરૂ, લાલ મરચું, આમચૂર પાવડર, ગરમ મસાલો અને સ્વાદનુસાર મીઠું નાખી મિશ્રણને હાથોથી મિક્સ કરો.
હવે આ મિશ્રણમાંથી થોડું મિશ્રણ લઇ ગોળ વાળીને રોલ બનાવો. આ રીતે બધા રોલ બનાવો.
આ પછી એક બાઉલમાં મેંદાનો લોટ લઇ તેમાં પાણી નાખીને બરાબર મિક્સ કરી, એક પ્લેટમાં ટૂકડા કરેલી વર્મિસિલી સેવ લો, હવે ચીઝ રોલને મેંદાની સ્લરીમાં રગદોળીને સેવમાં રગદોળો. હવે આ રોલ્સને તળવા માટે ગરમ તેલમાં ધીમા તાપે આ રોલને ફ્રાય કરો.
તો આરોગવા માટે તૈયાર છે ગરમાગરમ ચીઝ રોલ્સ, આ ચીઝ રોલ્સને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચીઝ રોલ્સનો આનંદ લો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com