ઉત્તરપ્રદેશના ઉન્નાવ અને જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં થયેલી આ ઘટનાઓના કારણે ગંભીર રોષે ભરાયો
ક્રિકેટર ગૌતમ ગંભીર હાલ આઇપીએલમાં વ્યસ્ત છે પરંતુ જ્યારે દેશ અને સામાજિક મુદ્દાઓની વાત આવે છે ત્યારે તે પોતાની પ્રતિક્રિયા આપવાથી ખચકાતા નથી.સાથે જ ઉત્તરપ્રદેશના ઉન્નાવ અને જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં થયેલી આ ઘટનાઓના કારણે ગંભીર રોષે ભરાયો છે.
જે બાદ તેમણે ટ્વિટ કરીને તંત્ર પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
ગંભીરે ટ્વિટ કર્યુ કે ઉન્નાવ અને કઠુઆ જેવી ઘટનાઓ ભારતની ચેતના સાથેનો બળાત્કાર છે. તેમણે આગળ લખ્યું કે ભારતનું તંત્ર બગડી રહ્યું છે અને દરેક ગલીમાં તેની હત્યા થઇ રહી છે. ગંભીરે સિસ્ટમને પડકારતા લખ્યુ કે જો હિંમત હોય તો અપરાધીઓને પકડી બતાવો.ગંભીરે કઠુઆમાં ૮ વર્ષની બાળકી પર થયેલા બળાત્કારનો કેસ લડી રહેલી દિપિકા રાજાવતના પક્ષમાં લખ્યું કે તે વકીલોને પણ શરમ આવવી જોઇએ જે દિપિકાનો વિરોધ કરી રહ્યાં છે. સરકાર અને પ્રશાસન પર આકરા પ્રહાર કરતાગંભીરે કહ્યું કે, બેટી બચાઓ માંથી હવે આપણે બળાત્કારી બચાઓ થઇ ગયાં છીએ?
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,