મૂળભૂત અધિકારોએ માનવીના પ્રાથમિક અને જન્મસિધ્ધ અધિકારો છે. માણસને માણસ તરીકે જીવવાના સમાન અધિકારો મળે તેના ડો. આંબેડકર હિમાયતી રહ્યા છે. એટલુંજ નહિ પણ તે માનવ અધિકારો માટે જીવનભર સંઘર્ષ કર્યા છે. અને તેમાં સફળ રહ્યા છે. ડો. આંબેડકર સમાનતા, સ્વતંત્રતા, બંધુતા, સામાજીક ન્યાય જેવા માનવીનાં મૂળભૂત અધિકારો માટે આજીવન લડયા છે. ડો. માર્ટીન લ્યુથર કિંગ અને અબ્રાહમ લિંકનનું માનવ અધિકારોનું મૂર્તિમંત સ્વરૂપ માટે અવિસ્મરણીય પ્રદાન છે.માનવીનાં મુળભૂત અદિકારો મેળવાની લડાઈમાં પ્રથમ શહીદ જો કોઈ હોય તો. ડો.માર્ટીન લ્યુથરકીંગ છે. ગાંધીજીએ અસ્પૃશ્યતા સામે જંગ છેડયો હતો અને સ્ત્રી સમાનતા માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ માનવીય અધિકારોનો પ્રથમ સત્યાગ્રહ મહાડનો જળ સત્યાગ્રહ છે. કાલારામ મંદિર પ્રવેશ તેમજ દલીતોનાં અધિકારોના અમલ માટે તેમજ રક્ષણ માટે જીવના જોખમે સત્યાગ્રહી કરવામાં ડો. આંબેડકરની તીલે કોઈ નથી સદીઓથી કચડાયેલા દલીતો, પછાતો, કામદારો અને સ્ત્રીઓનાં અંધકારમય જીવનમાં આત્મસન્માનની ભાવના પ્રગટાવી છે. ડો. આંબેડકરે દલીતો,પ છાતોને અન્ય ભારતીય જેમ માનવ અધિકારો મેળવવાનો જન્મસિધ્ધ અધિકાર ગણાવીને તેમાં સ્વાભિમાનપૂર્વક જિંદગી જીવવા અને સ્વાવલંબન અને આત્મોન્નતિનો માર્ગ બતાવ્યો છે. ડો. આંબેડકરે જીવન પર્યત અસમાન જ્ઞાતિવાદી સમાજ રચના સામે બળવાનો ઝંડો ઉગામ્યો હતો. ડો. આંબેડકર સામાજીક બળવાખોર હતા.
માનવીનાં મૂળભૂત અધિકારો એટલે સ્વતંત્રતા, સામાજીક ન્યાય, સહઅસ્તિત્વ, બંધુતા, સમાનતા, શોષણ વિરૂધ્ધ ધાર્મિક સ્વતંત્રતા થાય છે.મૂળભૂત અધિકારો વિના કોઈપણ મનુષ્ય સમાજ, દેશ પ્રગતિ ન કરી શકે, મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનથી ખૂબજ માઠા પરિણામો આવે છે.ઈતિહાસ સાક્ષી છે કે, જયારે જયારે માનવીનાં પાયાના અધિકારો રૂધવાના પ્રયાસો થયો છે. ત્યારે ત્યારે સામાજીક ક્રાંતીકારીઓએ બુલંદ અવાજ કરી સામાજીક ક્રાંતી કરી છે.
ડો.બી.આર. આંબેડકરે માનવીનાં મૂળભૂત અધિકારો માટે અને ઝંઝાવાતો, મુસીબતો સામે એક યૌધ્ધાની માફક ઝઝુમીને માનવીનાં મૂળભૂત અધિકારો અને કુદરતી દોષોને બંધારણમાં પ્રસ્થાપિત કાયદાનું શાસન આપ્યું છે.ભારતમાં સ્ત્રીઓને મનુસ્મૃતિમાં પરાધીન રાખવામાં માકી રાખ્યું નહતુ. અનેક પ્રતિબંધો અને અન્યાયો સ્ત્રી સમાજ પર લદાયેલા હતા. એટલે જ સ્વતંત્ર ભારતનાં કાયદા પ્રધાન તરીકે સ્ત્રીઓને સ્વતંત્રતા, સમાનતા આપવા માટે જ હિન્દુ કોડ બિલ તૈયાર કર્યું ૫ ફેબ્રુઆરી ૧૯૫૧માં તેઓએ ‚ઢિવાદીઓનાં વિરોધ અને અવરોધો વચ્ચે સંસદમાં રજુ કર્યું તાત્કાલીન સમયે સંસદમાં મનુવાદીઓની પકકડને કારણે બિલ પસાર ન થઈ શકયું તેથી ડો. આંબેડકરે કાયદા પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું. ભારતનાં ઈતિહાસમાં સત્રીઓનાં અધિકારો માટે પ્રધાન મંડળમાંથી રાજીનામું આપી દેવાની ઘટના પ્રથમ જ છે. પણ આવી નૈતિક હિંમત તો ડો.આંબેડકર જ કરી શકે. આ હિન્દુ કોડ બિલમાં ભારતીય સ્ત્રીઓને સ્વતંત્રતા, સમાનતા, પિતૃ સંપતિમાં ઉત્તરાધિકારી, છૂટાછેડા વિધવા વિવાહ, બાળવિવાહ નિષેધ વગેરે અધિકારો અપાયેલા હતા. પણ ત્યારબાદ આ બિલ ટુકડે ટુકડે પસાર થયેલુ સ્ત્રીઓનાં અધિકારો અને મુકિતમાં ડો. આંબેડકરની ભૂમિકા કયારેય વિસરી શકાય તેમ નથી.ડો.આંબેડકર માનવીનાં મુળભૂત અધિકારો, સામાજીક ન્યાય અને અદર્શ સમાજના સંઘર્ષ ‚પેના ઉદેશોની પરિપૂર્તિ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત અને ભારતમાં હજારો વર્ષથી ચાલી આવતી જોહુકમી અન્યાય, અસમાનતાનો છેડ ઉડાવી દીધો અને એક મનુષ્ય એક મૂલ્ય છે. એ સિધ્ધાંતને કાયમ કરી દીધો.આવા માનવીનાં મૂળભૂત અધિકારોનાં રક્ષક, પ્રણેતા, દલિતો પછાતો, સ્ત્રીઓનાં તારણહાર એવા ડો. બાબા સાહેબને તેમની ૧૨૭મી જન્મજયંતિએ કોટી કોટી વંદન
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com