મિશન જાગૃતમ્ દ્વારા પ્રાકૃતિક ચિકિત્સા પઘ્ધતિ પર સેમિનાર તથા પુસ્તક વિમોચન સહિતના આયોજન
સ્વાસ્થ્યના વિવિધ વિષયોને લઈ કાર્યક્રમ, પ્રચાર/પ્રસાર અને પુસ્તક પ્રકાશનના સંયોજન દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું કાર્ય કરતી સંસ્થા મિશન જાગૃતમ્ સંસ્થાના આગામી મિશનના ભાગરૂપે પ્રાકૃતિક ચિકિત્સા-એક જીવન પઘ્ધતિ, એક ચિકિત્સા પઘ્ધતિ વિશે સેમિનાર અને પ્રાકૃતિક ચિકિત્સા-સ્વાસ્થ્યનું કુદરતી વિજ્ઞાન પુસ્તકના વિમોચનનો જાહેર કાર્યક્રમ યોજવામાં આવેલ છે. તા.૧૫ને રવિવારે બપોરે ૩:૩૦ થી ૬:૩૦ હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે આ પઘ્ધતિના નિષ્ણાંતો ડો.હિતેશભાઈ જાની (પ્રિન્સિપાલ અને સુપ્રિટેન્ડન્ટ-ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર) તેમજ દિક્ષેશભાઈ પાઠક (વિશ્ર્વેશ ઈન્સ્ટિટયુટ ઓફ નેચરોપથી એન્ડ યોગ) દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
કુદરતથી જેટલા નજીક રહીશું, તેટલા જ સ્વસ્થ રહીશું. આ પ્રકારના વિષયોને લઈ પ્રસિઘ્ધ થનાર પુસ્તકમાં ઉપરોકત વકતાઓ સિવાય નેચરોપથીના પ્રખ્યાત ડો.જયભાઈ સંઘવી (કચ્છ), ડો.વરધીભાઈ ઠકકર (અમદાવાદ), ડો.ગૌરવી વ્યાસ (ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી), ડો.વિનોદભાઈ પાઠક (બરોડા), તેમજ રાજકોટના જાણીતા ડો.રમેશભાઈ કોયાણી જેવા તજજ્ઞોના લેખોને આવરીલેવાયા છે.
આ કાર્યક્રમને ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખાસ શુભેચ્છાઓ પ્રાપ્ત થયેલ છે. આ કાર્યક્રમમાં ગોવિંદભાઈ પટેલ (ધારાસભ્ય અને પૂર્વ મંત્રી, રાજકોટ)ના હસ્તે પ્રાકૃતિક ચિકિત્સાના પુસ્તકનું વિમોચન થશે. તેમજ સ્વામી મંત્રેશાનંદજી (રામકૃષ્ણ આશ્રમ) આર્શીવચન આપશે. અતિથિ વિશેષ તરીકે મુકેશભાઈ મલકાણ (માનનીય પ્રાંત સંધચાલકજી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત) ઉપસ્થિત રહેશે.
પ્રાકૃતિક ચિકિત્સા પઘ્ધતિ દ્વારા દવા/ આડ અસર કે સંપૂર્ણ ખર્ચ વગર સ્વાસ્થ્ય મેળવી અને કેળવી શકાય છે. લોકો હવે આ પઘ્ધતિ તરફ વળી રહ્યા છે. ઘેર બેઠા કરી શકાય તેવી સારવારો તેમજ દિનચર્યામાં મામુલી પરીવર્તન દ્વારા સ્વાસ્થ્ય મેળવી શકાય છે. તાવ/ ગેસ-એસિડિટીથી લઈને ડાયાબિટીસ, અસ્થમા, થાઈરોડઈ, બી.પી, સાંધાના દુ:ખાવા જેવા રોગો માટે આ પઘ્ધતિ નિર્દોષ રીતે કાર્ય કરે છે. કાર્યક્રમને સફળ બનાવવા તપન પંડયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com