CWG 2018માં શુક્રવારે સવારે ભારતના ખાતે વધુ ગોલ્ડ મેડલ્સ ઉમેરાયા છે. 65 kg ફ્રીસ્ટાઇલ રેસલિંગમાં બજરંગ પુનિયાએ દેશ માટે ગોલ્ડ જીત્યો છે. આ પહેલા 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સમાં તેજસ્વિની સાવંતે ગોલ્ડ મેડલ અને અંજુમ મૌદગિલે સિલ્વર મેડલ જીત્યો છે તેમજ ભારતીય શૂટર અનિશ ભાનવાલાએ મેન્સ 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં ભારત માટે ગોલ્ડ જીત્યો છે. 15 વર્ષીય અનીશ ભારતના સૌથી યુવા ગોલ્ડ મેડલિસ્ટ બની ગયા છે. ભારત રેન્ક લિસ્ટમાં ત્રીજા નંબરે છે.
અનીશે બનાવ્યો કોમનવેલ્થ ગેમ્સમાં રેકોર્ડ
25 મીટર રેપિડ ફાયર પિસ્તોલના ફાઇનલ્સમાં સ્ટેજ 1 પછી શૂટર અનીશનો સ્કોર 13 હતો. પછી સ્ટેજ 2 એલિમિનેશનના પાંચ રાઉન્ડમાં તેમણે 17 અંક વધુ હાંસલ કરી લીધા. આ રીતે કુલ 30ના સ્કોર સાથે તેમણે ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવ્યો. આ કોમનવેલ્થ ગેમ્સમાં તેમનો રેકોર્ડ પણ છે.આ કેટેગરીનો સિલ્વર ઓસ્ટ્રેલિયાના સર્ગેઇ એવેલસ્કી (કુલ 28 અંક) અને બ્રોન્ઝ મેડલ ઇંગ્લેન્ડના સેમ ગોવિન
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com