રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ભૂમિપૂજન સહિતના કાર્યક્રમોની હારમાળા ને પગલે કાર્યક્રમો વહેંચી લીધા છે. બંને મહાનુભાવો ગુરૂવારે રાત્રે સુરત શહેરમાં આવી પહોંચ્યા હતા. અને પોતપોતાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ આજ રોજ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને કાર્યક્રમોમાં હાજરી આપશે. દરમિયાન ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ.ના ઉદ્દઘાટનમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં વિજળી પણ બચાવવી પડશે. સોલર પાવરનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તો ગુજરાત સોલારમાં નંબર વન બનશે.
ગતરોજથી જ સુરતના મહેમાન બનેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ.ના ઉદ્દઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા. જ્યાં દિપ પ્રાગટ્ય કરી ક્રાયક્રમની શરૂઆત કરી હતી. જેમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં વિજળી પણ બચાવવી પડશે. સોલર પાવરનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તો ગુજરાત સોલારમાં નંબર વન બનશે. સોલાર એનર્જી અને ગ્રીન સિસ્ટમથી આ બેંકનું બિલ્ડીંગ તૈયાર થયું છે. સરકાર પ્રેરણા લેશે. ગુજરાતે કો.ઓ.ક્ષેત્રને કોર્પોરેટ ક્ષેત્ર કરતા સારું અને તાકતવર બનાવ્યું છે. ભૂતકાળમાં ખાતમુહૂર્ત, શીલાન્યાસ નામના થતા હતા. કોઈ કામો થતા ન હતા. લોકોને દેખાડો કરવા ખાતમુહૂર્ત થતા હતા. તાપી શુદ્ધિકરણ માટે શહેર ભાજપને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અભિનંદન આપ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com