શહેર પોલીસ સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા બાળભિક્ષુકો અને બાળ મજુરોને આશ્રય આપવાનું ઉમદા કાર્ય કર્યું
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની સુચના અન્વયે રાજકોટ શહેર ખાતે ભિક્ષુકોને પકડવા માટે તથા બાળ મજૂરોને મુકત કરવા માટે એક રેઈડનું આયોજન રાજકોટ પોલીસ સાથે રહી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજકોટની કચેરી, ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર તથશ ડી.સી.પી.યુંને સાથે રાખીને કરવામાં આવેલ હતુ.
રાજકોટ શહેરના મુખ્ય વિસ્તારો રેસકોર્ષ સીવીલ હોસ્પિટલ, યાજ્ઞીક રોડ, જયુબેલી, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન ખાતેથી તપાસ કરતા કુલ ૩૬ ભિક્ષુક મળી આવેલ હતા. જેમાં પુરૂષ ૨૪ તથા સ્ત્રી ૧૨ ભિક્ષુકો મળી આવેલ હતા. તેમજ વિવિધ સ્થળોએથી બાળ મજૂરો પણ કુલ ૧૦ મળી આવેલ હતા. જેમાં ૯ બાળકો અને ૧ બાળકી હોય જેને હાલમાં સ્પે. હોમ ફોર બોયઝ તથા સ્પે. હોમ ફોર ગર્લ્સ ખાતે રાખવામા આવેલ છે. ભિક્ષુકોને નામદાર ટ્રાફીક કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ હતા. ભિક્ષુકોને રાખવાનો આદેશ નામદાર કોર્ટ દ્વારા કરાયેલ છે.
આ કાર્યવાહીમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ વી. ઝાલા, એમ.એન. ગોસ્વામી, એમ.પી. પંડિત, એ.એસ. વાઘેલા, ડી.ડી.તુર, અલ્પેશ ગોસ્વામી, મિત્સુ વ્યાસ, પંકજ દુધરેજીયા, પ્રાર્થના શેરસીયા, રોહિત પીપળીયા, બી.એન. પરમાર, એમ.જે. બ્લોચ, દિના ભાગીયા તથા પોલીસ સ્ટાફ રોકાયેલ હતા.
સમાજ સુરક્ષા કચેરી અધિકારી કનકસિહ ઝાલાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે રાજકોટ શહેરમાં ભિક્ષુકો, બાળ ભિક્ષુકો અને બાળ મજૂરો માટે રનીંગ ડ્રાઈવ રાઉન્ડ અપ રાખવામાં આવ્યો છે. આનો મુખ્ય હેતુ એ છે કે આવી ગરમીમાં જે કોઈ મૃત્યુ પામે છે અથવા તો કોઈ મુશ્કેલીમાં હોઈ તેમને આશ્રય આપવા માટેનું આ ખાસ આયોજન છે. ભિક્ષુકોને ભિક્ષુક ગૃહાશ્રય અને નાના બાળકોને ચિલ્ડ્રન રૂમમાં રાખવામાં આવશે સવારે ૮ વાગ્યાથી શરૂ કર્યા સુધીમાં ૪૦ થી ૪૨ ભિક્ષુકો અને બાળકોનો સમાવેશ થાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,