ઉના તાલુકો કેસર કેરી માટે પ્રખ્યાત છે અને અહીં આગોતરી કેરી પાકે છે તાલાલા ની કેસર કેરી કરતા અહીં ની કેરી ૨૫ દિવસ આસપાસ વહેલી બજાર માં આવી જાય છે ઉના તાલુકા ના અંજાર અમોદ્રા થી લઇ ને ગરાળ અને મોઠા સુધી હજારો આંબા અને આંબાવાડી આવેલ છે.

ઉના ની કેસર કેરી એની મીઠાસ ના કારણે સમગ્ર ગુજરાત માં પ્રખ્યાત છે અમદાવાદ સહિત રાજકોટ જેવા મહાનગર માં ઉના ના ગરાળ મોઠા ની કેરી ના ભાવ તાલાલા ની કેસર કેરી કરતા પણ વધારે ભાવ ઉપજે છે પણ ચાલુ વર્ષે સતત થયેલ ઝાકલવર્ષા ને કારણે પાક ને ભારે અસર થઈ છે આંબા માં માગશર મહિના થી મોર બેસવાની પ્રક્રિયા થાય છે અને તે મોર માંથી કેરી ઉગે છે પણ ચાલુ વર્ષે મોર બેસવાના સમયે સતત ઝાકલવર્ષા થઈ હતી જેના લીધે મોર ખરી જવા પામ્યા હતા અને કેરી નું ઉત્પાદન ૫૦ ટકા થી પણ ઓછું થયું છે એમાં પણ હવામાન વિભાગ ની આવતા ૪૮ કલાક માં વરસાદ ની આગાહી થતા ખેડૂતો માં ચિંતા પ્રસરી છે એક તરફ કેરી નો ફાલ ઓછો છે એમા પણ જો વરસાદ થશે તો જે બચ્યો છે તે પાક પણ નિષ્ફળ જાય તેવી ભીતિ છે સાથે ગત સાલ કેરી ની શરૂઆત માં ૧૦ કિલો ૧૧૦૦ આસપાસ બોક્સ ના ભાવ મળ્યા હતા જ્યારે આ વખતે પાક ઓછો છે અને ભાવ પણ ૭૦૦ આસપાસ છે ત્યારે જો વરસાદ પડશે તો પાક નિષ્ફળ જશે અને ખેડૂત નું આખું વર્ષ અને મહેનત બરબાદ થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.